મનોરંજનસ્પોર્ટસ

કેએલ રાહુલ-આથિયાના લગ્નની તૈયારી શરૂ, લગ્નના આલિશાન ડ્રેસ પણ થવા લાગ્યા ફાઈનલ, આ દિવસે થશે વેડિંગ

હાલ ઈન્ડિયન સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલ અને બોલિવુડ અભિનેત્રી અથિયા શેટ્ટીના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેએલ રાહુલ અને આથિયાના લગ્ન કોઈ હોટલમાં નહીં, પરંતુ ખંડાલા સ્થિત સુનીલ શેટ્ટીના બંગલામાં થશે. બંગલામાં લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે અને કેહવામાં આવી રહ્યું છે કે નવા વર્ષની શરુઆતમાં જ આ કપલ લગ્નનાં બંધનમાં જોડાય શકે છે.

લગ્નની સિઝનમાં હવે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના ફેન્સ તેમનાં લગ્નની રાહ જોઈ રહ્યું છે. સુનીલ શેટ્ટીએ પણ અથિયા અને કેએલ રાહુલ વચ્ચેના સંબંધોની પુષ્ટિ કરી છે. થોડા દિવસો પહેલા જ્યારે સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે આથિયા જલ્દી લગ્ન કરશે. હવે અભિનેત્રીના લગ્નની મોટી અપડેટ સામે આવી છે.

કેએલ રાહુલ-આથિયાના લગ્નની તૈયારી શરૂ, લગ્નના આલિશાન ડ્રેસ પણ થવા લાગ્યા ફાઈનલ, આ દિવસે થશે વેડિંગ - humdekhengenews

આથિયા-કેએલ રાહુલના લગ્ન ક્યારે થશે?

ઘણા સમયથી કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. હવે આ કપલના લગ્નની તારીખ પણ સામે આવી ગઈ છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર લવબર્ડ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. જાન્યુઆરી 2023માં બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આટલું જ નહીં લગ્ન સ્થળ અને લગ્નના પોશાક પણ નક્કી કરવામાં આવ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે કેએલ રાહુલ અને આથિયાના લગ્ન કોઈ હોટલમાં નહીં, પરંતુ ખંડાલામાં સુનીલ શેટ્ટીના બંગલામાં થશે. બંગલામાં લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેએલ રાહુલ અને આથિયાએ તેમના લગ્નના પોશાક પણ ફાઈનલ કરી લીધા છે. જો કે હજુ સુધી એ ખબર નથી કે તેઓ જાન્યુઆરીમાં કઈ તારીખે લગ્ન કરવાના છે. આ જાણ્યા બાદ હવે દરેક લોકો આ ખાસ દિવસની રાહ જોઈ રહ્યા છે.

કેએલ રાહુલ-આથિયાના લગ્નની તૈયારી શરૂ, લગ્નના આલિશાન ડ્રેસ પણ થવા લાગ્યા ફાઈનલ, આ દિવસે થશે વેડિંગ - humdekhengenews

 

જ્યારે અથિયા-કેએલ રાહુલે તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા

આથિયા અને કેએલ રાહુલનો સંબંધ 2021માં ફિલ્મ તડપના પ્રીમિયર દરમિયાન સત્તાવાર બન્યો હતો. આથિયાએ કેએલ રાહુલ સાથે તેના ભાઈની ડેબ્યૂ ફિલ્મના પ્રીમિયરમાં એન્ટ્રી લીધી હતી. આ દરમિયાન બધાની નજર તેના પર ટકેલી હતી. આ પછી જ એ વાતની પુષ્ટિ થવા લાગી કે આથિયા અને કેએલ રાહુલ એકબીજાને ડેટ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ન તો પ્રારબ્ધ, ન નરકનો દરવાજો, આ કારણે ચીનમાં રહસ્યમય રીતે ફરતા હતા ઘેટાં, વૈજ્ઞાનિકનો મોટો દાવો

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બાદ હવે ફેન્સ કેએલ રાહુલ-આથિયાના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શું તમે આ બોલિવૂડ અને ક્રિકેટ કપલના લગ્નમાં હાજરી આપવા માટે ઉત્સાહિત છો?

Back to top button