બેંગલુરૂમાં ભારતીય ટીમ આજે દિવાળીના દિવસે યોજાયેલી વર્લ્ડ કપ 2023ની મેચમાં નેધરલેન્ડ સામે રમાઈ રહી છે. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની 45મી મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ભારતે રનનો ઢગલો કર્યો છે અને નિર્ધારિત 50 ઓવરમાં 410 રન માર્યા છે. જેમાં કે.એલ.રાહુલ અને ઐયરે સદી ફટકારી હતી. જયારે કે વિરાટ કોહલી, શુભમન ગિલ અને રાહુલ શર્માએ અડધી સદી ફટકારી હતી. નેધરલેન્ડને જીત માટે 411 રનનો ટાર્ગેટ અપાયો છે.
વર્લ્ડ કપ 2023ની છેલ્લી લીગ મેચ
ઉલ્લેખનીય છે કે, આજે વર્લ્ડ કપ 2023ની છેલ્લી લીગ મેચ રહેલી છે. ODI ક્રિકેટમાં બંને ટીમો અત્યાર સુધી માત્ર બે વાર સામસામે આવ્યા છે. આ બંને મેચ વર્લ્ડ કપ (2003, 2011) દરમિયાન પણ થઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ બંને મેચમાં સરળતાથી જીત નોંધાવી હતી. ત્યારે આજે પણ ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં રમેલી તમામ 8 મેચમાં જીત પ્રાપ્ત કરીને પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર સ્થાન મેળવાયું છે જ્યારે નેધરલેન્ડની ટીમે 8માંથી 6 મેચમાં હારનો સામનો કર્યો છે અને 2 મેચમાં જીત હાંસલ કરતાં છેલ્લા સ્થાન પર છે. આવી સ્થિતિમાં આજની મેચ ટીમ ઈન્ડિયાના પક્ષમાં એકતરફી જઈ શકે છે.