KKR vs LSG: લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતાને આપ્યો 162 રનનો ટાર્ગેટ
કલકત્તા, 14 એપ્રિલ: IPL 2024ની 28મી મેચ કલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)વચ્ચે મેચ રમાઈ રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, ત્યાર બાદ બેટિંગ કરવા મેદાને ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સે કોલકાતાને 162 રનનો ટાર્ગેટ આપ્યો છે.
નિકોલસ પુરને જોરદાર ઈનિંગ રમી
ICYMI!
𝗣𝗼𝗼𝗿𝗮𝗻 𝗣𝗼𝘄𝗲𝗿 💪
Nicholas Pooran did his thing at the Eden Gardens with an important 45(32) 👏👏
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #KKRvLSG | @LucknowIPL pic.twitter.com/suUHpasSvV
— IndianPremierLeague (@IPL) April 14, 2024
પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 27 બોલમાં 39 રનનું યોગદાન આપ્યું હતું. પુરને 4 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 45 રન બનાવ્યા હતા. આયુષ બદોનીએ 29 રનનું યોગદાન આપ્યું હતું. ડી કોકે 10 રન બનાવ્યા હતા. દીપક હુડ્ડા 8 રન બનાવીને આઉટ થયો હતો. અરશદ ખાન 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
સ્ટાર્કે 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી
KKR તરફથી બોલિંગ કરતી વખતે સ્ટાર્કે 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. વૈભવ અરોરા, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી અને આન્દ્રે રસેલને એક-એક વિકેટ મળી હતી.
Innings Break ‼️
A complete bowling performance from the @KKRiders bowlers restrict #LSG to 161/7 👌👌
Will @LucknowIPL defend the target? 🤔
Stay Tuned for the #KKR chase ⌛️
Scorecard ▶ https://t.co/ckcdJJTe3n #TATAIPL | #KKRvLSG pic.twitter.com/ydFtQ425GT
— IndianPremierLeague (@IPL) April 14, 2024
બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:
કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઇંગ ઇલેવન: ફિલિપ સોલ્ટ (W), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (C), અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી
લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ ઇલેવન: ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ(C/W), દીપક હુડા, આયુષ બદોની, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, શમર જોસેફ, યશ ઠાકુર
આ પણ વાંચો: IPLમાં સૌથી વધુ બેટ્સમેનોને શૂન્ય પર આઉટ કરનાર 5 બોલરોમાં કોનો કોનો સમાવેશ?