IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

KKR vs LSG: કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

કલકત્તા, 14 એપ્રિલ: IPL 2024ની 28મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમો સામ સામે છે. કલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:

કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઇંગ ઇલેવન: ફિલિપ સોલ્ટ (W), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (C), અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી

લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ ઇલેવન: ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ(C/W), દીપક હુડા, આયુષ બદોની, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, શમર જોસેફ, યશ ઠાકુર

IPL 2024માં શું છે સ્થિતિ?

બંને ટીમોએ આ સિઝનની ત્રણ જીત મેળવી છે, જ્યારે આજે બંને ટીમ સિઝનની ચોથી જીત હાંસલ કરવા મેદાને ઉતરશે. KKRએ અત્યાર સુધી 4 માંથી 3 મેચ જીતી છે, જ્યારે લખનૌ 5 માંથી 3 મેચ જીતવામાં સફળ રહી છે. સારા નેટ રન રેટને કારણે KKR પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે, જ્યારે લખનૌ ચોથા નંબર પર છે.

પીચ રિપોર્ટ

IPL 2024ની 28મી મેચ કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. આ મેદાનને બેટ્સમેનો માટે સ્વર્ગ માનવામાં આવે છે. વર્તમાન સિઝનમાં આ મેદાન પર એક મેચ રમાઈ છે, જેમાં બેટ્સમેનો માટે મેદાન ઘણું ઉપયોગી સાબિત થયું હતું. અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. મેચમાં બંને ટીમોએ 200 રનનો આંકડો પાર કર્યો હતો. આજની મેચમાં પણ પીચ બેટ્સમેનો માટે ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે, જેના પરિણામે ચાહકો હાઈ સ્કોરિંગ મેચ જોઈ શકશે.

આ પણ વાંચો: IPLમાં સૌથી વધુ બેટ્સમેનોને શૂન્ય પર આઉટ કરનાર 5 બોલરોમાં કોનો કોનો સમાવેશ?

Back to top button