IPL 2025: 22 તારીખથી ક્રિકેટનો મહાકુંભ શરુ, KKR વિરુદ્ધ RCB, શ્રેયસના ગયા બાદ રહાણેની આવી હશે ટીમ ઈલેવન


KKR Playing XI for IPL 2025: કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે આઈપીએલ 2024ની સીઝન પોતાના નામે કરી હતી. ત્યારે ટીમના કપ્તાન શ્રેયસ અય્યર હતો. પણ હવે ટીમને નવા કપ્તાન મળી ચુક્યા છે અને શ્રેયસ અય્યર પંજાબ કિંગ્સની કમાન સંભાળતો દેખાશે. કેકેઆરના નવા કપ્તાન અજિંક્ય રહાણે છે, જેમની પાસે અપાર અનુભવ છે. તે લાંબા સમય બાદ કોલાકાતા નાઈટ રાઈડર્સના કેમ્પમાં દેખાશે અને તે પણ કપ્તાન બનીને. આ દરમ્યન ટીમમાં ઘણા બદલાવ થઈ ચુક્યા છે. પણ જોવાનું એ રહેશે કે જ્યારે 22 માર્ચના રોજ પહેલી મેચ આરસીબી વિરુદ્ધ રમવા ઉતરશે તો તેમની પ્લેઈંગ ઈલેવન શું હશે.
ક્વિંટન ડિકોક અને સુનીલ નારાયણ કરી શકે છે ઓપનિંગ
વર્ષ 2024ની આઈપીએલમાં કેકેઆર માટે ફિલ સોલ્ટ અને સુનીલ નારાયણ ઓપનિંગ કરી રહ્યા હતા, પણ હવે ટીમે ફિલ સોલ્ટનો સાથ છોડી દીધો છે. ફિલ સોલ્ટ અને સુનીલ નારાયણ ટીમને વિસ્ફોટક શરુઆત અપાવે છે, જેનાથી ટીમે કેટલીય મેચો જીતી પણ છે. આ વખતે પણ ટીમે સુનીલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તેના જોડીદાર તરીકે ક્વિંટન ડિકોક દેખાઈ શકે છે. ત્રીજા નંબર પર ખુદ કપ્તાન અજિંક્ય રહાણ બેટીંગ માટે આવી શકે, આવી સંભાવના છે કે અને નંબર ચાર પર ટીમના સૌથી મોંઘા ખેલાડીમાંથી એક એવા વેંકટેશ અય્યરને મોકો આપી શકે છે. રમનદીપ, આંદ્રે રસલ અને રિન્કૂ સિંહ તરીકે ટીમ પાસે દુનિયાના સૌથી વિસ્ફોટક બેટ્સમેનો છે. જે મેચની પહેલી અને બીજી ઈનિંગ્સનો નકસો બદલવાની ક્ષમતા ધરાવે છે.
KKR ની બોલિંગ ખૂબ જ મજબૂત છે.
આ વખતે હર્ષિત રાણા, વૈભવ અરોરા અને સ્પેન્સર જોહ્ન્સન ટીમની ઝડપી બોલિંગની કમાન સંભાળતા જોવા મળશે. ટીમ પાસે વરુણ ચક્રવર્તીના રૂપમાં એક નિષ્ણાત સ્પિનર છે. સુનીલ નારાયણ બોલિંગમાં પણ પોતાની પ્રતિભા બતાવશે. ટીમ ખૂબ જ મજબૂત લાગે છે. પરંતુ ચેમ્પિયન બન્યા પછીના વર્ષે ટીમ કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું બાકી છે. અજિંક્ય રહાણે કેવી રીતે કેપ્ટનશીપ કરે છે તે જોવું પણ રસપ્રદ રહેશે. ટીમને પહેલી મેચમાં ઘરઆંગણે રમવાનો ફાયદો મળી શકે છે.
KKR ની સંભવિત પ્લેઇંગ XI: ક્વિન્ટન ડી કોક, સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે, વેંકટેશ ઐયર, રમનદીપ સિંહ, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, સ્પેન્સર જોહ્ન્સન, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, હર્ષિત રાણા.
આ પણ વાંચો: ગુજરાતમાં આજે ભયંકર લૂનો વર્તારો, દેશમાં આટલી જગ્યાએ વાતાવરણ બદલાશે, અનેક જગ્યાએ વરસાદ પડશે