ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

મુસ્લિમોને જ્ઞાનવાપી અને શાહી ઇદગાહ મસ્જિદ હિંદુઓને સોંપવાની કેકે મોહમ્મદે સલાહ આપી

Text To Speech
  • મુસ્લિમોને જ્ઞાનવાપી અને શાહી ઈદગાહ મસ્જિદ માટે કોઈ લાગણી નથી: કેકે મોહમ્મદ

દિલ્હી, 23 જાન્યુઆરી: અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમગ્ર દેશમાં આનંદનો માહોલ છે, પરંતુ કાશી અને મથુરામાં રહેલી જ્ઞાનવાપી મસ્જિદ અને શાહી ઈદગાહનો મુદ્દો હજી ઉકેલાયો નથી. આ દરમિયાન અયોધ્યામાં રામજન્મભૂમિ સંબંધિત 12 શિલાઓ શોધી કાઠનાર પુરાતત્વવિદ્ કેકે મોહમ્મદે મુસ્લિમોને અપીલ કરી છે કે તેઓ જ્ઞાનવાપી અને શાહી ઇદગાહ મસ્જિદની જગ્યા હિંદુઓને આપી દેવી જોઈએ.

ન્યૂઝ એજન્સી IANSને આપેલા ઈન્ટરવ્યુમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના પૂર્વ નિર્દેશક કેકે મોહમ્મદે કહ્યું હતું કે જ્ઞાનવાપી અને શાહી ઈદગાહ મસ્જિદ વિશે મુસ્લિમોને કોઈ લાગણી નથી, તેથી તેમણે બંને સ્થળો હિન્દુઓને સોંપી દેવા જોઈએ. વધુમાં તેમણે મુસલમાનોને સલાહ આપતાં કહ્યું કે આ બંને જગ્યા હિંદુઓને સોંપી દેવી એ જ એકમાત્ર આ મુદ્દાનો ઉકેલ છે.

કેકે મોહમ્મદના મતે, તમામ ધર્મગુરુઓએ એક થવું જોઈએ અને આ બાંધકામોને હિંદુ સમુદાયને સોંપી દેવા જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે કાશી, મથુરા અને અયોધ્યા હિન્દુઓ માટે ખૂબ જ ખાસ છે, કારણ કે તેઓ ભગવાન શિવ, ભગવાન કૃષ્ણ અને ભગવાન રામના જીવન સાથે જોડાયેલા છે. અહીં બનેલી મસ્જિદો સાથે મુસ્લિમોની કોઈ લાગણી જોડાયેલી નથી.

નોંધનીય છે કે અયોધ્યામાં બાબરી મસ્જિદનું ખોદકામ કરનાર ASI ટીમનો ભાગ રહેલા કેકે મોહમ્મદને અયોધ્યા રામજન્મભૂમિ સ્થળ પર ખોદકામ દરમિયાન ઘણા સ્તંભો મળ્યા હતા, જેમાં હિંદુ મંદિરો જેવા જ શિલાલેખો હતા. ઈમારતની દિવાલો પર હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ હતી.

આ પણ વાંચો: પીએમ મોદીને રામલલાનું ચરણામૃત પીવડાવતાં સંતને જાગ્યો માતૃભાવ

Back to top button