ઉત્તરાયણમાં પેચ લડાવવા મોંઘા પડશે. કારણ કે આ વખતે પતંગ-દોરામાં 20 ટકા સુધીનો ભાવવધારો થયો છે. જેમાં પર્વની ઉજવણીની તૈયારીઓ વચ્ચે પતંગ બજારમાં ભાવવધારાની ચર્ચા છે. તેમાં 320નું દોરાનું બોબીન રૂ.380નું થયું છે. તથા પતંગ- દોરી ઘસવાના ભાવ વધ્યા છે. જેમાં ગત વર્ષની સરખામણીએ 20 ટકા સુધીનો વધારો થયો હોવાનો મત છે.
આ પણ વાંચો: સાવધાન: ગુજરાતના આ શહેરમાં કોરોનાના બી.એફ.7 વેરીએન્ટનો પહેલો કેસ નોંધાયો
દોરાના ભાવ વધવાની સાથે પતંગનો દોરો મોંઘો
ઉત્તરાયણ પર્વની ઉજવણી વેળાએ જોવા મળતી રોનકની સાથે જ રાજ્યના તમામ શહેરોના પતંગ બજાર રંગબેરંગ પતંગ અનેદોરીથી જગમગી ઉઠે છે. ઉત્તરાયણની રંગારંગ ઉજવણીની ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે પતંગ-દોરાના વધેલા ભાવો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. વિક્રેતાઓના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે ભાવવધારાની સીધી અસર પતંગના દોરા પર થઇ છે. કોટનના દોરાના ભાવ વધવાની સાથે પતંગનો દોરો મોંઘો થયો છે.
પતંગ અને દોરામાં 20 ટકા સુધીનો ભાવવધારો થયો
અમદાવાદ, સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોના મુખ્ય પતંગ બજારોમાં જથ્થાબંધ અને છૂટક ખરીદી માટે ચહલપહલ દેખાઇ રહી છે. એવામાં પર્વની ઉજવણીની તૈયારીઓ વચ્ચે પતંગ, દોરામાં થયેલા ભાવવધારાએ પતંગબજારની ચિંતા વધારી દીધી છે. પતંગ અને દોરામાં 20 ટકા સુધીનો ભાવવધારો થયો હોવાના મતે આ વર્ષે ઉત્તરાયણમાં પતંગના પેચ લડાવવા મોંઘા પડશે. પતંગના 100 નંગદીઠ અને દોરાના બોબીનમાં ગત વર્ષની સરખામણીએ 20 ટકા સુધીનો વધારો થયો હોવાનો મત વેપારીઓ આપી રહ્યા છે.