ગુજરાતના એવાં ગામ જ્યાં રાત્રે ઉજવાય છે ઉત્તરાયણ, કારણ રસપ્રદ


આણંદ, 15 જાન્યુઆરી 2025 : આણંદના બાકરોલ ગામમાં પક્ષી બચાવો અભિયાન હેઠળ છેલ્લા કેટલાક વર્ષોથી દિવસે નહિ પણ રાત્રે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે. ગામવાસીઓ રાત્રે ધાબા પર હેલોજનના પ્રકાશની મદદથી પતંગ ચગાવવાની મજા માણે છે. વિદેશમાં વસતા લોકો પણ માદરે વતન આવી રાત્રે ઉત્તરાયણની ઉજવણી કરે છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
બાકરોલ જ નહિ પણ પેટલાદના પાળજ ગામમાં પણ દરવર્ષે આ રાત્રી ઉત્તરાયણ મનાવવા માટે મોટી સંખ્યામાં એનઆરઆઈ આવે છે. લગભગ છેલ્લા એક દાયકાથી તેઓ આ રીતે ઉત્તરાયણ મનાવી રહ્યા છે. આણંદ શહેર ઉપરાંત કરમસદ, જોળ, સામરખા, કાસોર તથા બાકરોલ ગામમાં આ રીતથી ઉજવણી થાય છે
પાંચ ગામમાં દરેક વિસ્તારમાં દર આઠથી દસ મકાનો વચ્ચે એક હેલોજન લગાવી આકાશમાં પ્રકાશ પાથરવામાં આવે છે. તેઓ ખાસ કલરના ખંભાતી અને નડિયાદી પતંગો ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરે છે. એનઆરઆઈ પરિવારો પોતાના વિસ્તારમાં ઉંધિયા પાર્ટીનું પણ આયોજન કરે છે. આ સિવાય ચા-નાસ્તાની પણ વિશેષ વ્યવસ્થા હોય છે. સૌ કોઇ રાતે 8 વાગ્યા બાદ આકાશમાં આતશબાજી કર્યા બાદ પતંગો ચગાવવાનું શરૂ કરે છે.
આ પણ વાંચો : સમુદ્રમાં ઉતર્યા ભારતના ત્રણ બાહુબલી જહાજ, પીએમ મોદીએ દેશને સમર્પિત કર્યા ત્રિદેવ