‘કિસી કા ભાઈ કિસી કી જાન’ નો Box Office પર દબદબો, જાણો- વર્લ્ડવાઈડ કલેક્શન !
ઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની લેટેસ્ટ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ માત્ર દેશમાં જ નહીં પરંતુ ઈન્ટરનેશનલ લેવલે પણ ધૂમ મચાવી રહી છે. પાવર-પેક્ડ એક્શનના સાથે ફેન્સને કમ્પલીટ એન્ટરટેઈન આપતી સલમાનની આ ભાઈ ધીરે-ધીરે બોક્સ ઓફિસ પર પકડ જમાવી રહી છે.
પહેલા દિવસ કરતા બીજા દિવસે વધુ કમાણી
પહેલા દિવસે સલમાનની ફિલ્મે 15.81 કરોડની કમાણી કરી હતી જે અપેક્ષા કરતા ઓછી હતી. જોકે બીજા દિવસે ફિલ્મે 25.75 કરોડનું ગ્રાન્ડ કલેક્શન કર્યું હતું. દેશભરમાં 26.61 કરોડ નેટ અને ત્રીજા દિવસના કલેક્શનને પણ ગણી લઈએ તો ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું વર્લ્ડવાઈટ કલેક્શન 112.80 કરોડ થઈ ગયું છે.
#KisiKaBhaiKisiKiJaan packs a solid total in its opening weekend… #SalmanKhan’s star power + #Eid festivities ensured #HouseFull boards across many properties on Sat and Sun… Fri 15.81 cr, Sat 25.75 cr, Sun 26.61 cr. Total: ₹ 68.17 cr. #India biz.
The jump on Sat and Sun – in… pic.twitter.com/pq551jXhrz
— taran adarsh (@taran_adarsh) April 24, 2023
દેશમાં ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું કેટલું કલેક્શન ?
ફેન્સમાં ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નો હાઈ ફિવર છે. ફિલ્મની કમાણીની વાત કરીએ તો દેશમાં 15.81 કરોડની શાનદાર ઓપનિંગ બાદ બીજા દિવસે ફિલ્મનું કલેક્શન વધીને 25.75 કરોડ અને ત્રીજા દિવસે ફિલ્મે 26.61 કરોડની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મની કુલ કમાણી 68.17 કરોડ થઈ ગઈ છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર કલેક્શનમાં સતત વધારો કરી રહી છે.
Thank u for all your love n support . Thank u , really appreciate it#KBKJ pic.twitter.com/08tOpfDaiW
— Salman Khan (@BeingSalmanKhan) April 23, 2023
ઈન્ડિયા સિવાય સલમાનની ફિલ્મ વિદેશી બજારમાં પણ સારું પ્રદર્શન કરી રહી છે, આ સાથે ફિલ્મે 100 કરોડનો આંકડો પણ પાર કરી લીધો છે. ફિલ્મે વિદેશી બજારમાં કુલ 4.5 મિલિયન ડોલર એટલે કે 37 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જો ભારતીય અને વિદેશી બોક્સ ઓફિસના કલેક્શનને ઉમેરવામાં આવે તો ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું કુલ વર્લ્ડ વાઈડ કલેક્શન 100 કરોડને પાર કરી ગયું છે.