ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ખેડૂતો માટે ખુશખબર: કિસાન ક્રેડિટ કાર્ડમાં હવે 5 લાખ સુધીની લોન લઈ શકશો, બજેટમાં મોટી જાહેરાત

Text To Speech

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે. જેને લઈને સમગ્ર દેશેવાસીઓની નજર આ બજેટ પર રહેલી છે. નિર્મલા સીતારમણે બજેટની શરુઆત જ ખેડૂતો માટેની એક સ્કીમ પીએમ ધનધાન્ય યોજનાની કરી હતી. ત્યાર બાદ કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત કરી છે.

નાણામંત્રીના જણાવ્યા અનુસાર, કિસાન ક્રિડેટ કાર્ડથી લોન 3 લાખથી વધારીને હવે 5 લાખ કરી દીધી છે. તો વળી નાણામંત્રીએ કહ્યું કે, આાસમમાં યૂરિયા સંયંત્રની સ્થાપના કરવામાં આવે. સરકારે યૂરિયાની સપ્લાઈ વધારવા માટે આસામના નામરુપમાં સંયંત્ર સ્થાપિત કરવાની જાહેરાત કરી છે.

સરકારના આ નિર્ણયથી દેશભરના કરોડો ખેડૂતોને ફાયદો થશે. કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ સરકારની એક મહત્વકાંક્ષી યોજના છે. આ સ્કીમ અંતર્ગત સરકાર દેશના ખેડૂતોને કૃષિ સંબંધિત પ્રવૃતિઓ માટે વાજબી શોર્ટ ટર્મ એગ્રી લોન આપે છે. અત્યાર સુધી આ યોજના અંતર્ગત ખેડૂતોને 3 લાખ રુપિયાની લોન આપવામાં આવતી હતી, આજે તેને વધારીને 5 લાખ રુપિયા કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: બજેટ 2025 : બિહારમાં મખાના બોર્ડની રચના, કપાસ માટે 5 વર્ષનું પેકેજ જાહેર કરાશે

Back to top button