15 ઓગસ્ટટોપ ન્યૂઝવર્લ્ડ

ઓસ્ટ્રેલિયાની ધરતી પર કીર્તિદાન ગઢવીએ દેશભક્તિ યાદ કરાવી

Text To Speech

દેશના ખૂણે ખૂણે આઝાદીના પર્વની ઉજવણી થઈ રહી છે. જ્યાં જ્યાં વિદેશમાં ભારતીય વસ્યા છે, તેઓએ દિલમાં રાષ્ટ્રભક્તિની ભાવના હંમેશા જગાવીને રાખી છે. તેમાં પણ ગુજરાતીઓ જ્યાં વસે ત્યાં નવરાત્રિ ભૂલતા નથી. આવામાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર વસતા ગુજરાતીઓએ એક બાજુ ગરબાની રમઝટ બોલાવી, તો બીજી બાજુ રાષ્ટ્રભક્તિ બતાવી છે.

ગુજરાતીઓએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો. દરિયાપારના દેશમાં ગુજરાતીઓએ તિરંગો લહેરાવ્યો. તો સાથે જ લોકગાયક કીર્તિદાન ગઢવીના તાલે ગરબા કર્યાં. ઓસ્ટ્રેલિયાના પર્થમાં જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીનો નવરાત્રિ ઉત્સવ ઉજવાયો હતો. જ્યાં ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ મોટી સંખ્યામાં નવરાત્રિ માણવા અને ગરબાના તાલે રમવા પહોંચી ગયા હતા.

જોકે, અહીં દાંડિયા રાસની સાથે તિરંગો પણ જોવા મળ્યો. અહીં ગુજરાતીઓએ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો. કીર્તિદાન ગઢવીના સૂર સાથે રાષ્ટ્રપ્રેમમાં સૌ મુગ્ધ બન્યા.

‘દિલ દિયા હૈ, જાન ભી દેંગે, એ વતન તેરે લિયે…’ જેવા દેશભક્તિના ગીતો કાર્યક્રમમાં રેલાયા. તો દેશભક્તિના સૂર સાથે ગુજરાતીઓએ ગરબા લીધા. કીર્તિદાન ગઢવીએ ઓસ્ટ્રેલિયામાં પ્રિ નવરાત્રિ મહોત્સવનો આઝાદીના અમૃત મહોત્સવથી પ્રારંભ કર્યો. પર્થની ધરતી પર આન બાન શાન સાથે તિરંગો લહેરાવાયો. તો ભારત માતાના જયઘોષ ગુંજી ઉઠ્યા. કીર્તિદાન ગઢવીના સૂર સાથે સૌ વતનપ્રેમ અને દેશપ્રેમમાં તરબોળ થયા.

Back to top button