કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગમનોરંજન

હંમેશા વિવાદમાં રહેનારી કિર્તી પટેલની હવે આ કારણે થઈ ધરપકડ

Text To Speech

સોશિયલ મીડિયામાં અનેક વખત પોતાની બેફામ બોલીને હંમેશા વિવાદોમાં રહેનારી કીર્તિ પટેલની આજે ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં બબાલ કરી ગેરકાયદેસર મંડળી રચી તેના સાથિદારો સાથે ભેસાણ આવી પહોંચતા પોલીસે ઝડપી લીધા હતા.

કીર્તિ પટેલ ઈન્સ્ટાગ્રામ પર અનેક વખત બેફામ બોલીને વિરોધનું કારણ બની છે. અગાઉ પણ તેની બેબાક બોલીના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે ફરી એક કીર્તિ પટેલ ની ધરપકડ કરવામાં આવી છે. કીર્તિ પટેલ વિરુદ્ધ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

કીર્તિ પટેલ ની ધરપકડ-humdekhengenews

કીર્તિ પટેલની કરાઈ ધરપકડ

ટિકટોક સ્ટાર ગણાતી કીર્તિ પટેલ ફરી એક વાર વિવાદોમાં આવી છે. પોલીસે કીર્તિ પટેલ સહિત 10 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે. કીર્તિ પટેલ પોતાના સાગરિતો સાથે ભેંસાણના પરિવાર સાથે ઝઘડો કરવા માટે આવી પહોંચતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. અને તેમની સામે ગેરકાયદેસર મંડળી રચવી લાયોટીંગ સહિતના વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ દાખલ કરવામાં હતો.

બેફામ વાણી વિલાસ વાળા વીડિયો અપલોડ કર્યા હતા

કીર્તિ પટેલ ઘણાં સમયથી ઈન્સ્ટાગ્રામ પર ભેંસાણના એક પરિવારને બેફામ બોલી વાળા વીડિયો બનાવી અપલોડ કરી રહી હતી. અને કીર્તિ પટેલે ઈન્સ્ટ્રાગામ પર જમનભાઈ ભાયાણીને અપશબ્દો બોલી માર મારવાની ધમકી આપી હતી. એટલુ જ નહી પરંતુ કીર્તિ પટેલ પોતાના સાગરીતો સાથે ગેરકાયદેસર મંડળી રચીને ભેંસાણના પરિવાર સાથે ઝઘડો કરવા આવી પહોંચી હતી. જ્યાં મોટી માથાકૂટ થાય તે પૂર્વ ભેંસાણ પોલીસે તમામને ઝડપી લીધા હતા અને બે કાર પણ કરી કબજે કરી લીધી હતી.

કીર્તિ પટેલની ધરપકડ-humdekhengenews

ગુનેગારોના નામ

ફરિયાદને આધારે પોલીસે કીર્તિ પટેલ (સુરત), અજય મંગુ જેબલીયા (સુરત) ,અવનીક ભરત વધાસીયા (સુરત), ભરત ધીરુ મજેઠીયા (નાના ભાદરકા) , જીતેન્દ્રસિંહ રાઠોડ (અમદાવાદ) , જતિન લાઠીયા (સુરત), વૈશાખ અરવિંદ રફાળીયા (સુરત), યશ વિપુલભાઈ મુજપરા (સુરત), સુરેન્દ્રસિંહ જસુ સિસોદિયા (સાણંદ), જયદિપ લાઠીયા (સુરત) વિરુદ્ધ ગૂનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : આગામી દિવસોમાં ગુજરાતવાસીઓએ હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે, સરકાર નવી ટ્રાફિક પોલીસી કરી શકે છે જાહેર

Back to top button