ક્રિસ્ટી કોવેંટ્રી IOCના નવા અધ્યક્ષ બન્યા, આ પદને સંભાળવાવાળા પહેલા મહિલા બન્યા

HD ન્યુઝ ડેસ્ક : 20 માર્ચે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિએશનના નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ગ્રીસના કોસ્ટા નાવારિનોમાં યોજાયેલી 144મી IOC બેઠકમાં ઝિમ્બાબ્વેના રમતગમત મંત્રી અને બે વખતના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા કર્સ્ટી કોવેન્ટ્રીને નવા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. IOC ની બેઠકમાં 7 ઉમેદવારો પર મતદાન કરવામાં આવ્યું હતું જેમાં ક્રિસ્ટી કોવેન્ટ્રી આગામી 8 વર્ષ માટે આ પદની જવાબદારી સંભાળશે.
ઓલિમ્પિક સમિતિના 10માં અને પ્રથમ મહિલા પ્રમુખ બન્યા
ક્રિસ્ટી કોવેન્ટ્રી વિશે વાત કરીએ તો, તે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિએશનમાં પ્રમુખ પદ સંભાળનાર 10માં પ્રમુખ બનશે. આ પદ પર ચૂંટાયેલા તેઓ પ્રથમ મહિલા પણ છે. ક્રિસ્ટી કોવેન્ટ્રી વર્તમાન IOC પ્રમુખ થોમસ બાકનું સ્થાન લેશે, જેમણે પહેલી વાર 2013 માં આ પદ સંભાળ્યું હતું અને 2021 માં ફરીથી ચૂંટાયા હતા. પ્રથમ વખત, આફ્રિકાના કોઈ સભ્યને IOC પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ક્રિસ્ટી કોવેન્ટ્રી 23 જૂનથી આ પદ સંભાળશે. બાક તેમનો કાર્યકાળ પૂર્ણ થયા પછી પદ છોડી દેશે અને માનદ પ્રમુખ તરીકે સેવા આપશે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
મિલાનો કોર્ટીના વિન્ટર ઓલિમ્પિક્સ, કર્સ્ટી કોવેન્ટ્રી માટે પ્રથમ પડકાર
2026માં મિલાનો કોર્ટીનામાં શિયાળુ ઓલિમ્પિક્સ યોજાવાનું નક્કી છે, અને ઉદ્ઘાટન સમારોહને હવે 11 મહિનાથી પણ ઓછો સમય બાકી છે. ક્રિસ્ટી કોવેન્ટ્રી માટે, પ્રમુખ તરીકે ઓલિમ્પિક્સ તેમનો પહેલો મોટો પડકાર હશે. કર્સ્ટી કોવેન્ટ્રીએ 2000 માં સિડની ઓલિમ્પિક્સથી લઈને રિયો 2016 ઓલિમ્પિક્સ સુધી, પાંચ અલગ અલગ ઓલિમ્પિક્સમાં ભાગ લીધો છે. ક્રિસ્ટી એક સ્વિમિંગ એથ્લીટ છે અને તેણે ઓલિમ્પિકમાં કુલ 7 મેડલ જીત્યા છે, જેમાં 2 ગોલ્ડ, ચાર સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. પ્રમુખ પદ પર ચૂંટાયા બાદ કોવેન્ટ્રીએ ખુશી વ્યક્ત કરી હતી, પરંતુ તેમણે કહ્યું હતું કે હું તમને બધાને ગર્વ કરાવીશ અને આશા રાખું છું કે તમે જે નિર્ણય લીધો છે તેના પર તમે ખૂબ જ વિશ્વાસ રાખશો. આપણે એકબીજા સાથે મળીને કામ કરીશું.
આ પણ વાંચો : દિલ્હી હાઈકોર્ટના જજના ઘરમાં લાગી આગ, મળી મોટી રકમની રોકડ, SC કોલેજિયમે આ પગલું ભર્યું