ગુજરાત

કિરણ પટેલની પત્નીનો બચાવ : “મારા પતિએ કંઈ ખોટું નથી કર્યું, તેમને ફસાવવામાં આવ્યા છે “

Text To Speech

PMOના ઉચ્ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના કિરણ પટેલનો ભાંડો ફૂટતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોતાને પીએમઓ ઓફિસર ગણાવતા મહાઠગ કિરણ પટેલ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. અને કિરણ પટેલ સામે અગાઉ પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. ત્યારે તેની પત્નીએ તેના બચાવમાં નિવેદન આપ્યું છે. તેણે દાવો કર્યો હતો કે તેના પતિને ફસાવવામાં આવી રહ્યા છે.

કિરણ પટેલની પત્નીએ કર્યો બચાવ

જમ્મુ-કાશ્મીરમાં PMOના ટોચના અધિકારી તરીકે ઓળખ આપીને સુરક્ષાનો ભંગ કરનાર કિરણ પટેલના કેસમાં તેની પત્નીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેને તેના પતિનો બચાવ કરતુ નિવેદન આપ્યું છે. અને તેને દાવો કર્યો છે. કે તેનો પતિ દેશ માટે કામ કરે છે. અને તેને ફસાવવામાં આવી રહ્યો છે.

કિરણ પટેલ-humdekhengenews

કિરણ પટેલને ખોટા કેસમાં ફસાવ્યો હોવાનો દાવો

તેણે કહ્યું છે કે, તેનો પતિ એન્જિનિયર છે અને વિકાસના કામ માટે જમ્મુ-કાશ્મીર ગયો હતો, તે ક્યારેય કંઈ ખોટું કરી શકે નહીં. એટલું જ નહી તેની પત્નીએ જમ્મુ કાશ્મીર પોલીસને પણ ઘરમાં સર્ચ ઓપરેશન દરમિયાન સહયોગ આપ્યો નહોતો. જેથી તેની પત્ની ડૉ. માલિની પટેલ પણ તેના આ કૌભાંડમાં સંડોવાયેલી હોવાની શક્યતા છે. જેથી તપાસ એજન્સીઓ કિરણ પટેલની સોશિયલ મિડીયાની પોસ્ટ તેમજ અન્ય બાબતો અંગે પણ તપાસ કરી રહી છે. આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ કિરણ પટેલને લઈને અનેક ખુલાસા કર્યા છે.

આ પણ વાંચો : RBI દ્વારા 18 દેશોની બેંકોને સ્પેશિયલ વોસ્ટ્રો રૂપિયા એકાઉન્ટ્સ ખોલવાની મંજૂરી અપાઈ

Back to top button