બૉલીવુડના કિંગ ખાનેએ દેશના વડાપ્રધાન મોદીજીને જન્મ દિવસના ખાસ રીતે અભિનંદન પાઠવ્યા છે. કિંગ ખાને ટ્વીટર પર પોસ્ટ કરી હતી જે હાલ઼ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહી છે. તેમજ કંગનાએ સોશિયલ મીડિયામાં મોદીજીના વખાણ કરતા એક પોસ્ટ સેર કરી હતી જે પણ ખુબ ચર્ચાય રહી છે.
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, તેઓ આજે 72 વર્ષના થઈ ગયા છે. પીએમ મોદીનું નામ દેશના જ નહીં, પણ દુનિયાના શીર્ષ નેતાઓમાં સામેલ છે. તેમના જન્મદિવસ પર લોકો તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. અને ટ્વીટર પર તેમનો જન્મદિવસ ટ્રેન્ડ કરી રહ્યા છે. આ દરમિયાન તેમની પાર્ટીના નેતાઓની સાથે સાથે વિપક્ષી પાર્ટીઓના નેતાઓ પણ તેમને બર્થ ડે વિશ કરી રહ્યા છે. એવામાં બૉલીવુડના સ્ટાર કેવી રીતે પાછળ રહી શકે? બૉલીવુડના કિંગ ખાને પીએમ મોદીને ખાસ રીતે અભિનંદન પાઠવ્યા છે. શાહરૂખ ખાનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં કિંગ ખાને મોદીજીને કહ્યુ હતુ કે સર,એક દિવસની રજા લો અને તમારા જન્મદિવસનો આનંદ માણો.
Your dedication for the welfare of our country and its people is highly appreciated. May you have the strength and health to achieve all your goals. Take a day off and enjoy your Birthday, sir. Happy Birthday @narendramodi
— Shah Rukh Khan (@iamsrk) September 17, 2022
બૉલીવુડના બાદશાહે પીએમ મોદીને શુભેચ્છા પાઠવી
સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી દરેક પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને અલગ જ અંદાજ પ્રધાનમંત્રીને શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે, ‘ ‘આપણા દેશ અને તેના લોકોના કલ્યાણ માટે તમારું સમર્પણ ખૂબ જ પ્રશંસનીય છે. તમારા પાસે તમારા બધા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે શક્તિ અને સ્વાસ્થ્ય હોય એવી આશા. એક દિવસની રજા લો અને તમારા જન્મદિવસનો આનંદ માણો, સર. જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામના.’
કંગનાએ કહ્યુ હું તમને અવતાર માંનુ છું
કંગના રનૌતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાની સાથે સાથે તેમને અવતાર પણ કહ્યા હતા . પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કંગનાએ સોશિયલ મીડિયા પર એક સ્પેશ્યલ પોસ્ટ શેર કરીને શુભેચ્છા પાઠવી છે. તેણે પીએમ મોદી સાથે પોતાની જૂની તસવીર શેર કરી છે, જેમાં તે પીએમ સાથે હાથ મિલાવી રહી છે. કંગનાએ પીએમ મોદીને આ ગ્રહ પર સૌથી શક્તિશાળી માણસ જણાવ્યા છે. કંગનાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
કંગનાએ આગળ લખ્યું કે અમે તમારા લાંબા જીવનની કામના કરીએ છીએ, પણ રામની જેમ, કૃષ્ણની જેમ, ગાંધીની જેમ તમે પણ અમર છો. તમારો વારસો કોઈ ખતમ નહીં કરી શકે, એટલા માટે હું તમને અવતાર કહું છું. તમને અમારા નેતાનાં રૂપમાં મેળવીને અમે ધન્ય થઇ ગયા.