ટ્રેન્ડિંગવર્લ્ડ
કિમ જોંગ ઉને વહેલી સવારે દક્ષિણ કોરિયામાં ‘સર્જ્યો વિનાશ’, ઉત્તર કોરિયાએ 200 શેલ છોડ્યા
5 જાન્યુઆરી 2024:ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા તરફ 200 રાઉન્ડ બોમ્બ ફેંક્યા છે. જો કે આ બોમ્બ દક્ષિણ કોરિયાના વિસ્તારમાં પડ્યા નથી, તેમ છતાં પણ આ વિસ્તારમાં અરાજકતાનો માહોલ છે.
Joint Chiefs of Staff briefing on North Korean provocations.
Translated Using AI#NorthKorea #SouthKorea #Korea pic.twitter.com/x4tBrl29W6
— Raw Reporting (@Raw_Reporting) January 5, 2024
દક્ષિણ કોરિયાની સેનાએ આ હુમલાની માહિતી આપી છે. સૈન્યએ કહ્યું કે ઉત્તર કોરિયાએ દક્ષિણમાં યેઓનપ્યોંગ દ્વીપ તરફ 200 રાઉન્ડના આર્ટિલરી શેલ છોડ્યા.
આ પછી તરત જ, દક્ષિણ કોરિયાએ ટાપુ પર રહેતા 2 હજાર લોકોને આ વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી હતી. દક્ષિણ કોરિયાએ આ પગલાની નિંદા કરી છે અને તેને ‘ઉશ્કેરણીજનક કાર્યવાહી’ ગણાવી છે.