ઉત્તરાયણ પર ખેલાયો ખુની ખેલ, પતંગના પેચ લડાવવાની માથાકૂટમાં વૃદ્ધની હત્યા
ઉત્તરાયણના આ પર્વ પર સામાન્ય બાબતમાં બોલાચાલી અને ઝઘડાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે મહેસાણામાં પતંગના પેચ લડાવવાની માથાકુટમાં એક વૃદ્ધની હત્યા કરી દેવામા આવી છે. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
પેચ લડાવવામી માથાકુટમાં હત્યા
મહેસાણામાં ઉત્તરાયણમાં પર્વ પર ખુની ખેલ ખોલાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં મહેસાણાના ઉમા નગરમાં પતંગના પેચ લડાવવાની માથાકૂટમાં એક વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી છે. પતંગના પેચ લડાવવાની બાબતે ઝઘડો થતા ઘરના મોભી પર હુમલો થતા તેમનું મોત નિપજ્યું હતું. સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા પાઈપ લઈને પાંચ યુવકો તૂટી પડતા વૃદ્ધનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે તેમના પરિવારના સભ્યો આ ઘટનામાં ઘાયલ થયા હતા. આ બાબતે પાંચ યુવકોએ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
ચાર લોકો વિરુદ્ધ ગૂનો નોંધાયો
મહેસાણા એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવામા આવી છે. જે મુજબ મહેસાણાના ઉમાનગરમાં પતંગના પેચ લગાવવાની બાબતે પાંચ યુવકોએ વૃદ્ધ નાગજીભાઈ વણજારા સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બનતા વનરાજ ઠાકોર, હરેશ રાવળ, ચિરાગ રાવળ, બોબી રાવળ અને સુનીલ વ્યાસે નાગજીભાઈ પર પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ઘટના સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય સભ્યો તેમના બચાવમાં વચ્ચે પડતા તેઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટનામાં હુમલો કરનાર ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : SMS હોસ્પિટલમાંથી 3 દિવસથી ગાયબ યુવતીની લાશ મળી આવી