કાતિલ બનતી ઠંડીના કારણે બિમારીનો કહેર વધ્યો છે. જેમાં પ્રથમવાર સોલા સિવિલમાં ઠંડીના લીધે રેકોર્ડ બ્રેક કેસો આવ્યા છે. તેમાં કડકળતી ઠંડીના લીધે હોસ્પિટલના બેડ ફૂલ થયા છે. તથા 700 બેડની સોલા સિવિલમાં 600 બેડ ફૂલ થયા છે. જેમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોના રેકોર્ડ બ્રેક વધારો થયો છે. સોલા સિવિલમાં રોજની 1400 OPD આવે છે.
આ પણ વાંચો: લગ્નજીવનના કેસોમાં ફેમિલી કોર્ટના હુકમ સામે અપીલ અંગે HCએ લીધો મોટો નિર્ણય
નાના બાળકોની રોજની OPD 95ને પાર થઇ
છેલ્લા બે દિવસમાં વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તથા નાના બાળકો પણ એડમિટ કરવા પડે તેવી સ્થિતિએ આવ્યા છે. તેમાં નાના બાળકોની રોજની OPD 95ને પાર થઇ છે. તેમજ 30 બાળકો હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના લીધે એડમિટ છે. તથા કમળો, ટાઇફોડ, મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુના એક પણ કેસ નહીં.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા વર્ષ 2023-24ના બજેટમાં આદિવાસી જિલ્લા તથા ખેડૂતોને થશે મોટો લાભ
શહેરમાં મચ્છરજન્ય રોગમાં ઘટાડો નોંધાયો
અમદાવાદ શહેરમાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રી થઇ છે. જેમાં અમદાવદામાં સ્વાઇન ફ્લૂના 12 કેસ નોંધાયા છે. તથા ઠંડી વચ્ચે સ્વાઈન ફલૂએ માથુ ઉચક્યું છે. તેમજ 23 દિવસમાં સ્વાઈન ફલૂના 12 કેસ નોંધાયા છે. ગયા વર્ષે 1143 કેસ સ્વાઈન ફલૂના નોંધાયા હતા. તથા શહેરમાં મચ્છરજન્ય રોગમાં ઘટાડો નોંધાયો છે. સાદા મેલેરિયાના 11 કેસ નોંધાયા છે. તથા ઝેરી મેલેરિયાના 1 જ કેસ નોંધ્યા છે. ડેન્ગ્યુના 24 કેસ નોંધ્યા છે. તથા ચિકનગુનિયાનો 1 જ કેસ નોંધાયો છે. જેમાં લોહીના 42,878 સેમ્પલ લેવાયા છે. તથા ડેન્ગ્યુ માટે 1656 લોહીના સેમ્પલ લેવાયા હતા.