કાતીલ હસીના! ભારતમાં બાંગ્લાદેશી સાંસદની હત્યાના કેસમાં આ મહિલાની ધકપકડ
- મહિલા દ્વારા હનીટ્રેપમાં ફસાવી બાંગ્લાદેશી સાંસદની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું
કોલકાતા, 24 મે: બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમ અનારની તાજેતરમાં કોલકાતામાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે કોલકાતાના ન્યુટાઉન વિસ્તારમાં અનવારુલને હનીટ્રેપમાં ફસાવવા બદલ એક મહિલાની બાંગ્લાદેશથી ધરપકડ કરી છે. આ હત્યાના મુખ્ય આરોપી અખ્તર રઝમાન શાહીને બાંગ્લાદેશી સાંસદને હનીટ્રેપની મદદથી ફસાવ્યા હતા. શાહિને શીલાંતી રહેમાન(Shilanti Rahman) નામની મહિલાને સાંસદ અનારની ગર્લફ્રેન્ડ બનાવી હતી અને શીલાંતીએ એક મેસેજ દ્વારા બાંગ્લાદેશી સાંસદ અનવારુલ અઝીમ અનારને ન્યૂટાઉન બોલાવ્યા હતા.
હત્યારા દ્વારા બાંગ્લાદેશી સાંસદના શરીરના ટુકડા કરીને ફ્રિજરમાં રાખવામાં આવ્યા હતા. 12 મેના રોજ ભારત આવેલા સાંસદ અનવારુલ અઝીમ અનારની હત્યાની કહાની બહાર આવી ત્યારે બધા ચોંકી ગયા હતા. આ કેસમાં દિન-પ્રતિદિન નવા ખુલાસાઓ થતાં રહે છે ત્યારે હવે આ કેસમાં હત્યા પાછળ સાંસદના મિત્રનો હાથ હોવાનું અને આ મિત્રએ અનારને હનીટ્રેપમાં ફસાવીને જીવ લીધો હોવાનો ખુલાસો થયો છે.
હું કોલકાતા આવી છું, ફ્લેટ પર આવી જાઓ
VIDEO | Police recover CCTV visuals from the apartment in #Kolkata where #Bangladesh MP Anwarul Azim Anar was last seen with his friend.
The initial probe into the “murder” of Bangladesh MP Anwarul Azim Anar revealed that one of his friends had paid around Rs 5 crore to kill the… pic.twitter.com/Dnix44WHLf
— Press Trust of India (@PTI_News) May 24, 2024
શીલાંતીએ મેસેજમાં લખ્યું કે, હું કોલકાતા આવી ગઈ છું. હું ન્યુટાઉન પહોંચી ગઈ છું.અર્જન્ટ મેટર છે. આવી જાઓ. બાંગ્લાદેશના સાંસદ શીલાંતીના કોલ પર કોલકાતાના ન્યૂટાઉન પહોંચ્યા. સાંસદ શીલાંતી સાથે ન્યુ ટાઉન ફ્લેટમાં ગયા હતા. જ્યાં 2 સોપારી કિલર ફૈઝલ, મુસ્તાફિઝુરને રાખવામાં આવ્યા હતા. બંને સોપારી કિલરોએ ફ્લેટમાં સાંસદની હત્યા કરી હતી.
હત્યા માટે 5 કરોડ રૂપિયાની સોપારી આપવામાં આવી
MP હત્યા કેસની તપાસમાં અત્યાર સુધી શું થયું?
બાંગ્લાદેશી સાંસદની હત્યાના કેસમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાંગ્લાદેશના ગૃહમંત્રીએ આ માહિતી આપી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળ CIDએ એક વ્યક્તિની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, આ વ્યક્તિ હત્યાના એક આરોપીને મળ્યો હતો. આ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે બંગાળના વિસ્તારનો રહેવાસી છે.
ન્યુટાઉન ફ્લેટ શું કનેક્શન?
કોલકાતાના ન્યુટાઉનમાં આવેલો ફ્લેટ બાંગ્લાદેશી સાંસદ અનારના મિત્રનો ફ્લેટ છે. ફ્લેટના માલિક હાલ અમેરિકામાં છે. તેમણે આ ફ્લેટ તેના મિત્રને ભાડે આપી દીધો હતો. ફ્લેટના માલિક એક્સાઇઝ વિભાગમાં નોકરી કરે છે.
બાંગ્લાદેશી સાંસદની હત્યાની સમયરેખા
- 12 મેના રોજ નાદિયાની ગેદે સરહદથી ભારત આવ્યા હતા.
- સારવાર માટે આવેલા સાંસદ કોલકાતા પહોંચ્યા.
- બડા નગર વિસ્તારમાં સંબંધીના ઘરે ગયા.
- 13 મેના રોજ બપોરે 1.30 વાગ્યે સંબંધીના ઘરેથી નીકળ્યા.
- 15 મેના રોજ સંબંધીને વોટ્સએપ મેસેજ મળ્યો હતો.
- મેસેજમાં લખ્યું કે, તેઓ દિલ્હી પહોંચી ગયા છે.
- 16 મેથી MP વિશે કોઈ માહિતી મળી નથી.
- 18મી મેના રોજ બડા નગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી .
- સંબંધી ગોપાલ વિશ્વાસે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવી.
- તપાસ દરમિયાન બંગાળ પોલીસની STFએ ખુલાસો કર્યો.
- ન્યૂટાઉનમાં સંજીવા હાઉસિંગ ખાતે સાંસદ ગયા હોવાનો ખુલાસો.
- તપાસ બાદ ન્યૂટાઉનના ફ્લેટમાં લોહીના નિશાન મળી આવ્યા.
- પોલીસે કહ્યું કે, સાંસદની હત્યા ફ્લેટમાં કરવામાં આવી હતી.
- આ કેસમાં બાંગ્લાદેશના 2 લોકોની ધરપકડ કરવામાં આવી.
- બાંગ્લાદેશી સાંસદનો મૃતદેહ હજુ મળ્યો નથી
આ પણ જુઓ: “યા અલ્લાહ, બસ મને મૃત્યુ આપો”, MC Stanની આ પોસ્ટ જોઈને ચોંકી ગયા ચાહકો