ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

2 બકરી ચોર્યાની શંકામાં હત્યા, આ તે કેવી સજા?

Text To Speech

ગેરસમજની પણ હદ હોય, દેશમાં એવી કેટલીક ઘટના સામે આવતી હોય છે જેમાં શંકામાં ને શંકામાં નિર્દોષનું જીવન જોખમમાં પડી જતું હોય. મહારાષ્ટ્રના પરબનીમાંથી મોબ લિંચિંગની એક એવી ઘટના સામે આવી છે જ્યાં ટોળાએ ૩ નિર્દોષ છોકરાઓને બકરી ચોર સમજીને ટોળા દ્વારા નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક બાળકોની હત્યા કરી લેતા હચમચ મચી ગઈ છે. ચોરીની શંકા થતા ટોળાએ બાળકોને પીટી-પીટીને માર્યા હતો. જેના કારણે સારવારમાં એક 14 વર્ષીય સગીર શીખ છોકરાનું હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. અન્ય બે ઘાયલ થયા હતા જેમની સારવાર હજી ચાલી રહી છે.

દેશમાં આવી મોબ લિંચિંગની ઘટનાઓ ૧૭૧૪થી સામે આવી રહી છે.એક અહેવાલ દર્શાવે છે કે ઓછામાં ઓછા 12 રાજ્યોમાં 2000 થી 2012 વચ્ચે આવી 2,097 હત્યાઓ કરવામાં આવી હતી.

gra

NCRB દ્વારા જણાવવામાં આવેલું કે મોબ લિંચિંગ માટે કોઈ અલગ ડેટા રાખવામાં આવતો નથી પરતું NCRBના સાંપ્રદાયિક અથવા ધાર્મિક રમખાણોની ઘટનાઓના ડેટામાં મોબ લિંચિંગના કેસોનો સમાવેશ કરવામાં આવે છે. NCRBના ડેટા અનુસાર, 2021માં 378 કેસમાંથી 100 ઝારખંડમાં, 77 મહારાષ્ટ્રમાં અને 22 રાજસ્થાનમાં નોંધાયા હતા. આ પછી મહારાષ્ટ્રમાં 51, બિહારમાં 51 અને હરિયાણામાં 40 હતા.

GRAPH

આ ઘટના માનવતા પર એક કલંક છે 

શનિવારે બનેલી ઘટના બાદ અધિકારીઓએ કહ્યું હતું કે આરોપીઓ સામે હત્યાની આઈપીસી કલમ 302 લાગુ કરી ગુનો નોંધ્યો છે, જેના હેઠળ “આઠ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય ગુનેગાર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અકરમ પટેલ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે”. પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢમાં ગુરુદ્વારાનું સંચાલન કરતી સંસ્થા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ના વડા હરજિન્દર સિંહ ધામીએ આ ઘટનાની નિંદા કરતાં તેને “જઘન્ય અપરાધ, માનવતા પર એક કલંક ગણાવ્યો, જેના ગુનેગારોને સજા કરવી જોઈએ. સખત સજા થવી જોઈએ.

આ પણ વાંચો:દિલ્હી મર્ડર કેસ : હત્યા પહેલા સાહિલનો વિડીયો આવ્યો સામે

Back to top button