ગુજરાતની ચૂંટણી પહેલા PM મોદીની હત્યાની સોપારી અપાઇ
વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ કરી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન પર હુમલાના મેસેજથી ભયનો માહોલ ફેલાયો છે. જેમાં મુંબઈ પોલીસને વ્હોટ્સએપમાં એક મેસેજ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે મોદીને મારવા કાવતરું ઘડ્યું છે. આ મેસેજ પછી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.
આ પણ વાંચો: ઉમેદવાર નણંદ ભાભીનું શાબ્દિક યુદ્ધ શરૂ, પોતાને મત આપી શકતા નથી લોકો પાસે મત માંગો છો
PM મોદીને મારવાની સોપારી આપી
ઉલ્લેખનીય છે કે મુંબઈ ટ્રાફિક પોલીસને મોકલેલા ઓડિયો મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, દાઉદ ઈબ્રાહિમે મુશ્તાક અહેમદ અને મુશ્તાક નામના બે આતંકીઓને PM મોદીને મારવાની સોપારી આપી છે. આ મામલે વરલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવામાં આવી છે અને મેસેજ મોકલનારની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: જાહેર સભામાં ખુરશીઓ ભરવા ભાજપે આ લોકોને આપી મોટી જવાબદારી
આતંકવાદી રેલી અથવા રોડ શોમાં એન્ટ્રી લઈ શકે છે
દિવાળી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને ખુફિયા એજન્સીઓએ મોટું અલર્ટ જાહેર કર્યું હતુ. ખુફિયા એજન્સીઓ પ્રમાણે PM મોદી પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈના નિશાના પર છે અને પીએમ મોદી પર આત્મઘાતી હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી પર હુમલો કરવા માટે આતંકવાદી રેલી અથવા રોડ શોમાં એન્ટ્રી લઈ શકે છે.
આ પણ વાંચો: ભાજપના હાર્દિક પટેલે ગુજરાતના પાટીદારો વિશે કહી આ ખાસ વાત, પરિણામોના પત્તા ખુલી ગયા
આજે મુંબઇ પોલીસના મેસેજથી ચકચાર મચી
હકીકતમાં ખુફિયા દસ્તાવેજોના હવાલાથી આ વાત સામે આવી હતી કે PM મોદીના કાર્યક્રમમાં આત્મઘાતી હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે પોલીસ યુનિફોર્મમાં પણ આતંકવાદી પીએમ મોદીના સ્થળ પર આત્મઘાતી હુમલો કરી શકે છે. એટલું જ નહીં, લશ્કરના આતંકવાદીઓ કેટલાક સુરક્ષાકર્મીઓના સંપર્કમાં પણ છે. આ બાબત દિવાળી પર હતી. અને હવે આજે મુંબઇ પોલીસના મેસેજથી ચકચાર મચી છે.