ટ્રેન્ડિંગસ્પોર્ટસ

કિરોન પોલાર્ડે IPLમાંથી નિવૃત્તિ જાહેર કરતાં જ મુંબઈ ઈન્ડિયન્સે સોંપી આ મોટી જવાબદારી

Text To Speech

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ IPLમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જો કે, તે હજી પણ મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહેશે કારણ કે ટીમના માલિકોએ તેને મોટી જવાબદારી સોંપી છે. આ અનુભવી ખેલાડીને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તે આઈપીએલ 2023થી આ જવાબદારી સંભાળશે. આટલું જ નહીં તે ‘MI Emirates’ માટે પણ રમતો જોવા મળશે.

આ પણ વાંચો : બાંગ્લાદેશના પ્રવાસ માટેની ટીમમાં અજિંક્ય રહાણેને સ્થાન કેમ નથી મળ્યું ?

Kieron Pollard - Hum Dekhenge News
Kieron Pollard with Mumbai Indians in IPL

સતત 13 સીઝન સુધી રહ્યો ટીમનો ભાગ

કિરોન પોલાર્ડ, જે મુંબઈ ઈન્ડિયન્સના લીડરશિપ ગ્રુપનો મહત્વનો હિસ્સો હતો, તે 13 સીઝન માટે ટીમનો ભાગ હતો. તે હવે IPLમાં રમતા જોવા મળશે નહીં, પરંતુ ટીમે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તે બેટિંગ કોચ તરીકેની નવી ભૂમિકામાં MI પરિવાર સાથે રહેશે. કિરોન પોલાર્ડની IPL કરિયરની વાત કરવામાં આવે તો તે વર્ષ 2010માં મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો હતો અને ટીમ માટે 150 મેચ રમનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.

કિરોન પોલાર્ડે મુંબઈ ઈન્ડિયન્સ સાથે 5 આઈપીએલ અને 2 ચેમ્પિયન્સ લીગ ટ્રોફી જીતી છે. જ્યારે રોહિત શર્મા સંપૂર્ણ રીતે ફિટ ન હતો ત્યારે કિરોન પોલાર્ડે કેટલીક મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે કેપ્ટનશિપ પણ સંભાળી હતી.તેથી મુંબઈ ઈન્ડિયન્સ હવે પોલાર્ડને બેટિંગ કોચ અને MI અમીરાતના ખેલાડી તરીકે મજબૂત કરવા તેનાં દાયકાઓના અનુભવ અને કુશળતાનો ઉપયોગ કરશે.

IPL માં પોલાર્ડ

કિરોન પોલાર્ડ મુંબઈ ઈન્ડિયન્સ માટે કુલ 189 મેચ રમ્યો છે. તેની 171 ઇનિંગ્સમાં તેણે કુલ 3412 રન બનાવ્યા છે જ્યારે 52 વખત અણનમ રહ્યો છે. તેનો સર્વોચ્ચ સ્કોર 87 રન હતો. તેણે 28.67ની એવરેજથી 2316 રન બનાવ્યા છે. ટૂર્નામેન્ટમાં તેનો સ્ટ્રાઈકરેટ 147થી વધુ રહ્યો છે. પોલાર્ડે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં 16 અર્ધસદી ફટકારી છે. આ સાથે જ તેણે આ ટૂર્નામેન્ટમાં 218 ચોગ્ગા અને 223 છગ્ગા ફટકાર્યા છે.

Back to top button