સુરતમાં 17 વર્ષની સગીરાનું અપહરણ કરનારને 20 વર્ષની સજા
- 17 વર્ષીય સગીરાનું અપહરણ કરનાર આરોપીને સુરત કોર્ટે 20 વર્ષની સજા સંભળાવી.
રાજ્યમાં અપહરણ કરનારા સામે કડક કાર્યવાહી કરવાના કારણે કેસોમાં પહેલા કરતાં ધણો ઘટાડો થયો છે. એક વર્ષ અગાઉ સુરતમાં 17 વર્ષીય સગીરાનું 50 વર્ષીય આધેડે સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો હતો, ત્યાર બાદ 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેને લઈને સુરત કોર્ટે આજે આરોપીને 20 વર્ષની સજા સંભળાવી છે.
50 વર્ષીય આધેડ કોણ હતો?
સુરતના સચિન વિસ્તારમાંથી ગત 9 ઓક્ટોબર 2022ના રોજ 17 વર્ષની સગીરાને 50 વર્ષના આધેડ અબ્દુલ હાસીમ માધી અપહરણ કરીને ફરાર થઈ ગયો હોવાથી ફરિયાદ નોંધાઈ હતી. લાજપોર નજીકના ગામમાં રહેતી 17 વર્ષીય સગીરા હોજીવાલા એસ્ટેટ ખાતે જરીના કારખાનામાં કામ કરતી હતી. 17 વર્ષીય સગીરાનું અપહરણ કરનાર 50 વર્ષીય આધેડ પીડિતાની કંપનીમાં જ ડ્રાઈવરનું કામ કરતો હતો. 8 ઓક્ટોબર 2022ના રોજ આરોપી રિક્ષા લઈને લેવા ગયો હતો, પરંતુ સાંજે પીડિતા ઘરે પાછી ન ફરતાં પરિવારે શોધખોળ શરુ કરી હતી. છતાં પીડિતા ન મળતાં પરિવારે પોલીસને જાણ કરી હતી.
પોલીસે 42 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી
મોટી ઉંમરનો આરોપી સગીરાને ભગાડી ગયો હોવાના બનાવને પોલીસે ગંભીરતાથી લીધો હતો. જેથી આરોપીને પકડી પાડવા પોલીસે જુદી જુદી ટીમો કામે લગાવી હતી. ત્રણ દિવસમાં આરોપી અબ્દુલ માધીને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેની સામે દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપીને કડકમાં કડક સજા થયા તે મુજબ ઊંડાણપૂર્વકની તપાસ કરી પુરાવાઓ એકત્ર કરીને નામદાર કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે આરોપી સામેના તમામ પુરાવાઓ એકત્ર કરીને 42 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેને લઈને સુરત કોર્ટે આજે આરોપીને 20 વર્ષની સજા સંભળાવી છે.
આ પણ વાંચો: PGVCLની મોટી કાર્યવાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 4 મહિનામાં 82 કરોડની વીજચોરી ઝડપી પાડી