મકરસંક્રાંતિ પર ખવાતી ખીચડીનો ગ્રહો સાથે છે સંબંધઃ આ છે ધાર્મિક મહત્ત્વ


મકરસંક્રાંતિના તહેવાર પર દાન પુણ્ય કરવાનુ અને ખીચડી ખવડાવવાનું ખુબ જ મહત્ત્વ છે. મકરસંક્રાંતિ પર ખીચડી ખાવાથી શું લાભ થાય છે, જાણો તેનું મહત્ત્વ શું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિ પર જે ખીચડી બનાવાય છે, તેનો સંબંધ કોઇને કોઇ ગ્રહ સાથે હોય છે. જેમકે ખીચડીમાં ઉપયોગમાં લેવાતા ચોખાનો સંબંધ ચંદ્રમા સાથે હોય છે. ખીચડીમાં ઉપયોગમાં લેવાથી અડદની દાળનો સંબંધ શનિદેવ સાથે છે, હળદરનો સંબંધ ગુરૂદેવ સાથે અને લીલા શાકભાજીનો સંબંધ બુધ દેવ સાથે માનવામાં આવે છે. આ ઉપરાંત ખીચડીમાં ઘીનો સંબંધ સુર્યદેવ સાથે માનવામાં આવે છે.
મકરસંક્રાંતિ પર ખીચડીને ખુબ જ ખાસ માનવામાં આવે છે. મકરસંક્રાંતિ પર ખીચડી ખાવાની સાથે કોઇ બ્રાહ્મણને પણ દાન જરૂર કરો. તેને ઘરે બોલાવીને ખીચડી ખવડાવો ત્યારબાદ કાચી દાળ, ચોખા, હળદર, મીઠુ અને લીલા શાકભાજીનું દાન પણ અવશ્ય કરો. એવી માન્યતા છે કે ખીચડી ખાવાથી આરોગ્યમાં વૃદ્ધિ થાય છે.
મકરસંક્રાંતિની પૂજા વિધિ
આ દિવસે ભગવાન સુર્યની સાથે સાથે ભગવાન વિષ્ણુની પણ પુજા કરવામાં આવે છે. આ વ્રત ભગવાન સુર્ય નારાયણને સમર્પિત છે. આ દિવસે સુર્ય દેવને તાંબાના લોટામાં જળ ભરીને તેમાં ગોળ, ગુલાબની પાંદડીઓ નાંખીને અર્ઘ્ય આપો. આ દિવસે ગોળ, તલ અને ખીચડીનું સેવન પણ જરૂર કરો. સાથે ગરીબોને પણ કંઇક દાન અવશ્ય આપો. આ દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરવો શુભ રહેશે. તમે ઇચ્છો તો ભગવાન સુર્ય નારાયણના મંત્રોનો જાપ પણ કરી શકો છો.
કેવી રીતે શરૂ થઇ ખીચડીની પરંપરા
કેટલીક માન્યતાઓ અનુસાર ખિલજીના યુદ્ધ દરમિયાન નાથ યોગી નબળા પડી ગયા અને ભુખના લીધે તેમની તબિયત બગડવા લાગી. ત્યારે ગોરખનાથે દાળ ચોખા અને શાકભાજીને એક સાથે પકવીને બધાને ખવડાવ્યુ. જેનાથી નાથ યોગીઓને તરત ઉર્જા મળી અને તેમનુ આરોગ્ય પણ સુધરવા લાગ્યુ. ત્યારથી ખીચડી બનાવવાની પરંપરા ચાલી આવે છે.
આ પણ વાંચોઃ Happy Uttarayan: શનિ દોષ દુર કરવા માટે મકરસંક્રાંતિ પર કરો આ વસ્તુઓનું દાન