ભાજપમાં જોડાવવાની ચર્ચા વચ્ચે કિચ્ચા સુદીપને મળ્યો ધમકીભર્યો પત્ર, પોલીસે નોંધી FIR
- સાઉથના સુપરસ્ટાર કિચ્ચા સુદીપને મળી ધમકી
- પ્રાઈવેટ વીડિયો વાયરલ કરવાની આપી ધમકી
- પોલીસે ફરીયાદ નોંધી આરોપીની શોધખોળ કરી શરુ
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા, લોકપ્રિય કન્નડ ફિલ્મ સ્ટાર કિચ્ચા સુદીપ અને દર્શન તુગુડીપા આજે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાય તેવી શક્યતા છે. ત્યારે ભાજપમાં જોડાવાની અફવાઓ વચ્ચે કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપને ધમકીભર્યો પત્ર મળ્યો છે. આ મામલે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
કિચ્ચા સુદીપ ધમકીભર્યા મળ્યા પત્રો
સુપરસ્ટાર કિચ્ચા સુદીપના રાજકારણમાં પ્રવેશવા અને ભાજપમાં જોડાવાની ચર્ચા વચ્ચે અભિનેતાને ધમકીભર્યા પત્રો મળ્યા છે. જાણકારી મુજબ અભિનેતાના મેનેજર જેક મંજુને કિચ્ચાનો ખાનગી વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કરવાની ધમકી આપતો પત્ર મળ્યો હતો. આ પછી તેણે બેંગલુરુના પીએસ પુટ્ટેનાહાલી આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે.
પોલીસ આરોપીની શોધખોળ શરુ કરી
આ મામલે કેસ નોંધાતા પુટ્ટેનાહાલી પોલીસ હવે તે વ્યક્તિને શોધી રહી છે જેણે કન્નડ અભિનેતા સુદીપને બે પત્રો મોકલ્યા હતા અને તેનો પ્રાઈવેટ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. પત્રમાં સુદીપ વિરુદ્ધ અપશબ્દો લખવામાં આવ્યા છે. આ પત્રો પરિવારના કેરટેકરને મળ્યા હતા. બીજી તરફ, સુદીપના મેનેજર મંજુનાથે કહ્યું હતું કે આનાથી માનસિક ઉત્પીડન થયું હતું અને તે અભિનેતાની છબી ખરાબ કરવાનું કાવતરું હતું.
Karnataka | FIR registered under sections 120B, 506 and 504 IPC at PS Puttenahalli, Bengaluru after Kannada actor Kiccha Sudeep's manager received a letter threatening to release his private video on social media. Police investigation underway
— ANI (@ANI) April 5, 2023
કેસ સીસીબીને ટ્રાન્સફર કરી શકાય છે
આ મામલે પુટ્ટેનાહાલી પોલીસે કલમ 506 (ગુનાહિત ધાકધમકી) અને કલમ 504 (ઈરાદાપૂર્વક અપમાન) હેઠળ કેસ નોંધ્યો છે અને આરોપીઓને શોધવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. ત્યારે આ મામલે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઊંડાણપૂર્વકની તપાસ માટે કેસ સીસીબીને ટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યા છે.
આ પણ વાંચો : અમૂલ બાદ સુમુલ ડેરીએ ગ્રાહકોને આપ્યો ઝટકો, દૂધના ભાવમાં કર્યો આટલો વઘારો