ટ્રેન્ડિંગમનોરંજન

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન પછી કિયારાનું પહેલું નવું વર્ષ

Text To Speech

02 જાન્યુઆરી 2024: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું નવું વર્ષ ઘણું ખાસ રહ્યું છે. લગ્ન બાદ બંનેએ પહેલીવાર નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું. જેની એક ઝલક તેણે સોશિયલ મીડિયા પર તેના ફેન્સને બતાવી છે. કિયારાએ સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ સાથેની એક સેલ્ફી શેર કરી છે જેમાં બંને બરફવાળી જગ્યાએ જોવા મળી રહ્યાં છે. આ ફોટો સાથે કિયારાએ તેના ફેન્સને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવી છે.

કિયારા અને સિદ્ધાર્થનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિન્ટર વેરમાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. કિયારાએ મેટાલિક જેકેટ પહેર્યું છે જ્યારે સિદ્ધાર્થે બ્લુ જેકેટ પહેર્યું છે. આ સાથે બંનેએ સ્નો ગોગલ્સ પહેર્યા છે. ખાસ વાત એ છે કે બંનેએ 2-2 ચશ્મા પહેર્યા છે.

kiyara siddharth Adavaniq
Kiara Advani Sidharth Malhotra

સિદ્ધાર્થના કાલા ચશ્મા

ફેન્સને આ ફોટોમાં સિદ્ધાર્થનું કાલા ચશ્મા કનેક્શન પણ જોવા મળ્યું. ફોટો શેર કરતી વખતે કિયારાએ લખ્યું- ‘2023- ઘણી વસ્તુઓ માટે આભારી. 2024- તમારા માટે આવી રહ્યું છે બેબી. સાલ મુબારક. નોંધ- તેને કાળા ચશ્મા ખૂબ ગમે છે. અમારી પાસે ચાર છે.

કિયારાએ અહીં સિદ્ધાર્થની ફિલ્મ બાર બાર દેખોના ગીત કાલા ચશ્માને જોડ્યું છે. કિયારાની આ પોસ્ટ પર ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેક લોકો અભિનંદન આપી રહ્યા છે. ઘણા લોકોએ હાર્ટ ઇમોજીસ પોસ્ટ કર્યા છે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ગયા વર્ષે 7 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. કિયારા અને સિદ્ધાર્થ રાજસ્થાને સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા. બંનેની લવ સ્ટોરી ફિલ્મ શેરશાહના સેટથી શરૂ થઈ હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સિદ્ધાર્થ ટૂંક સમયમાં ફિલ્મ યોધામાં જોવા મળશે. તે પછી તે રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સમાં જોવા મળશે. કિયારાની વાત કરીએ તો તે રામ ચરણ સાથે ગેમ ચેન્જર ફિલ્મમાં જોવા મળશે.

Back to top button