Kiara-Sidharth Reception : આલિયા,વિક્કીથી લઈ આ બોલિવુડના સ્ટાર રિસેપ્શનમાં રહ્યા હાજર, જુઓ ફોટો
બોલિવુડના સ્ટાર કપલ સિદ્ધાર્થ અને કિયારાના લગ્નની ચર્ચા તમામ જગ્યા પર થઈ રહી હતી. આ વચ્ચે લગ્ન પછી મુંબઈમાં બંનેના રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવુડના ઘણાં સ્ટાર હાજર રહ્યા હતા. જેમાં આલિયા ભટ્ટથી લઈ રણવીર સિંહ, વિક્કી કૌશલ સહિતના સ્ટાર પહોંચ્યા હતા.
રવિવારે સિદ્ધાર્થ-કિયારાએ મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જ્યાં તેઓ પોતાના આખા પરિવાર સાથે જોવા મળ્યા હતા. લગ્ન પહેલાથી જ બંને બોલિવૂડના સ્ટાર અને સૌથી વધુ પસંદ કરવામાં આવતા લવ બર્ડ્સ છે.
આ રિસેપ્શન માટે સિદ્ધાર્થ અને કિયારા ખુબ સુંદર રીતે તૈયાર થઈને આવ્યા હતા. સિદ્ધાર્થ બ્લેક અને કિયારા વાઈટ એન્ડ બ્લેક ડ્રેસમાં જોવા મળ્યા હતા. બંને એ કેમેરા સામે આકર્ષક પોઝ પણ આપ્યા હતા. આ ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા છે.
રિસેપ્શનમાં હાજરી આપવા આલિયા ભટ્ટ, નીતુ કપૂર, દિશા પટાની, કરણ જોહર અને કરિના કપૂર ખાન પણ પહોંચી હતી.
રણવીર સિંહ, અનન્યા પાંડે અને ર્કિતી સેનન પણ મીડિયાના કેમેરા સામે પોઝ આપતા જોવા મળ્યા હતા.
રકુલ પ્રીત સિંહ અને ફિલ્મ પ્રોડયુસર જેક્કી ભગનાની પણ આ રિસેપ્શનમાં સાથે આવ્યા હતા. હવે રકુલ પ્રીત સિંહ અને જેક્કી ભગનાનીના લગ્નની પણ ભારે ચર્ચા થઈ રહી છે.
આજ સમયે સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ-કિયારા લગ્નના રિસેપ્શનના અંદરના કેટલાક ફોટો પણ સામે આવ્યા હતા.
કાજોલ અને અજય દેવગન, આદિત્ય, વિક્કી કૌશલ અને અનુપમ ખેર પણ સિદ્ધાર્થ-કિયારા લગ્નના રિસેપ્શનમાં હાજર રહ્યાં હતા.
ગૌરી ખાન રિતેશ દેશમુખ, જેનિલિયા, શિલપા શેટ્ટી સહિત અનેક બોલિવૂડ અભિનેત્રી આ રિસેપ્શનમાં હાજર રહી હતી.
આ પણ વાંચો : મુકેશ અંબાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીને આપી મોટી ભેટ, જાણો શું છે ખાસ