મનોરંજન

કિયારા-સિદ્ધાર્થના લગ્ન : જાણો બંન્નેમાથી કોણ છે વધુ અમીર

બોલિવૂડના લોકપ્રિય કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને લોકો ખૂબ પસંદ કરે છે. ફિલ્મ શેર શાહ સુપરહિટ થયા બાદ સિદ્ધાર્થ-કિયારાનું નામ એકસાથે લેવાનું શરૂ થયું હતું. આવતી કાલે સિદ્ધાર્થ-કિયારા લગ્નના બંધનમાં બંધાશે. લગ્ન માટેની વિધિઓ આજથી શરુ થઈ ગઈ છે. ત્યારે શું તમે જાણો છો કે સિદ્ધાર્થ અને કિયારા વચ્ચે કોણ વધુ અમીર છે?

સિદ્ધાર્થ- કિયારા-humdekhengenews

સિદ્ધાર્થ 15 અને કિયારા 22 ફિલ્મોમાં કરી ચૂકી છે કામ

કિયારા અને સિદ્ધાર્થ છેલ્લા 3 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેની લવસ્ટોરીની શરૂઆત ફિલ્મ શેરશાહના સેટ પરથી થઇ હતી. હવે ફાઈનલી તે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. સિદ્ધાર્થે અત્યાર સુધીમાં 15 ફિલ્મો કરી છે. કિયારાએ 22 ફિલ્મો કરી છે. કિયારા 30 કરોડની માલિક છે જ્યારે સિદ્ધાર્થની કુલ કમાણી 75 કરોડ છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા -humdekhengenews

સિદ્ધાર્થની કુલ આવક

સિદ્ધાર્થે વર્ષ 2012માં ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ સફળ રહી અને તે પછી તેણે ઘણી ફિલ્મો કરી પરંતુ જે સફળતા તેને શેહશાહ ફિલ્મમાં મળી તે અન્ય કોઈ ફિલ્મને મળી નથી. ફિલ્મો સિવાય સિદ્ધાર્થ મ્યુઝિક આલ્બમ્સમાં પણ કામ કરે છે અને તેના ગીતો પણ હિટ થયા હતા. ફિલ્મો અને મ્યુઝિક આલ્બમ ઉપરાંત સિદ્ધાર્થ જાહેરાતો અને સોશિયલ મીડિયામાંથી પણ કમાણી કરે છે. રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ એક ફિલ્મ માટે 5 થી 7 કરોડ રૂપિયા લે છે અને જાહેરાતો માટે 1 થી 3 કરોડ રૂપિયા લે છે. રે સિદ્ધાર્થની કુલ કમાણી 75 કરોડ છે. અને તેમની એક મહિનાની કમાણી લગભગ 50 લાખ રુપિયા છે. અને વર્ષમાં તે 6 કોરોડની કમાણી કરે છે. અને કિયારાની જેમ સિદ્ધાર્થને પણ કાર અને બાઈકનો ખૂબ શોખ છે.

કિયારા અડવાણી-humdekhengenews

કિયારાની કુલ આવક

30 વર્ષની કિયારા અડવાણીએ ફિલ્મ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ (2016)થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ પછી, કિયારા ફિલ્મ કબીર સિંહ (2019) માં જોવા મળી હતી અને તેની ફિલ્મ ખૂબ જ હિટ રહી હતી. આ પછી કિયારાએ ગુડ ન્યૂઝ, ભૂલ ભુલૈયા-2 અને જુગ જુગ જિયો જેવી સુપરહિટ ફિલ્મો કરી ચૂકી છે. અને જો કિયારાની સંપત્તિની વાત કરવામાં આવે તો તે 30 કરોડની માલિક છે. તે એક ફિલ્મ માટે લગભગ 3 કરોડ રુપિયા લે છે. અને તેની મહિનાની કમાણી લગભગ 35 લાખ રુપિયા છે. જ્યારે તેની આખા વર્ષની કમાણી 3.4 કરોડ રુપિયા છે. કિયારા લગભગ 10 કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર છે. અને તે બ્રાન્ડ એમ્બેસેડર માટે લગભગ 3 કરોડ રુપિયા ચાર્જ લે છે. કિયારા મુબઈમા એક અપાર્ટમેન્ટ રહે છે. જેની કિંમત 15 કરોડ છે. અને કિયારાને લગ્જરી કારનો બહુ શોખ છે. તેની પાસે ઓડી, BMW, mercedesજેવી મોંઘી કાર છે.

આ પણ વાંચો : સુરત: બેંક અને સહકારી મંડળીઓના સહયોગથી 300થી વધુ નાગરિકોને લોનસહાયના ચેકોનું વિતરણ

Back to top button