મનોરંજન

કિયારા-સીડ થોડી જ વારમાં બંધાશે લગ્નના બંધનમાં, જુઓ મંડપથી લઈ સંગીત સેરેમની સુધીના ફોટા અને વીડિયો

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા આજે તેમના સંબંધોને એક નવું નામ આપવા જઈ રહ્યા છે. લાંબી ડેટિંગ બાદ આ કપલ આજે તેમના પરિવાર અને નજીકના મિત્રોની વચ્ચે સાત ફેરા લેશે. કિયારા અને સિદ્ધાર્થ બંનેના પરિવાર 4 ફેબ્રુઆરીએ જ જેસલમેર પહોંચી ગયા હતા અને લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી. આજે બંનેના જીવનનો ખાસ દિવસ છે અને બંને એકબીજા સાથે સાત જન્મ સાથે રહેવાનું વચન લેવાના છે. કિયારાના હાથ પર સિદ્ધાર્થ મલ્હોત્રાના નામની મહેંદી લગાવવામાં આવી છે અને તેનું નામ પણ શણગારવામાં આવ્યું છે. કિયારા-સિડની સંગીત સેરેમની 6 ફેબ્રુઆરીએ થઈ હતી અને બંનેએ તેમના નજીકના લોકો સાથે ખાસ રીતે દિવસનો આનંદ માણ્યો હતો.

આ પણ વાંચો : ‘શરમ કરો’ અક્ષય કુમાર ! એવું શું કર્યું કે લોકો ગુસ્સે થયા?

કિયારા-સિડ કી શાદી - Humdekhengenews

કિઆરા-સિદ્ધાર્થની સંગીત પાર્ટી 6 ફેબ્રુઆરીએ મોડી રાત સુધી ચાલી હતી, પરંતુ વચ્ચે અચાનક સિદ્ધાર્થના પિતાની તબિયત બગડતા પાર્ટી વચ્ચે રોકવામાં આવી હતી. સિદ્ધાર્થના પિતાને ત્યારબાદ હોટલના રુમમાં લઈ જવામાં આવ્યા હતા અને ડૉક્ટરને બોલાવીને ચેકઅપ કરાવવામાં આવ્યુ હતુ. ત્યા સુધી કિઆરા-સિદ્ધાર્થ પણ રૂમમાં જ રહ્યા હતા. કલાક બાદ બધું જ નોર્મલ થતાં પાર્ટી ફરીથી શરૂ કરવામાં આવી હતી. પાર્ટી રાતના અઢી વાગ્યા સુધી ચાલી હતી.

આ સંગીત સેરેમનીમાં કિઆરા-સિદ્ધાર્થ, શાહિદ-મીરા, કરન જોહર સહિત દરેક બોલિવુડ સેલિબ્રિટીએ ડાન્સ કર્યો હતો. જેમાં ‘ડિસ્કો દીવાને..’, ‘નગાડા નગાડા’, ‘કાલા ચશ્મા..’, ‘નચને દે સારે..’ જેવા ગીતો પર આ સેલિબ્રિટીઓએ ડાન્સ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

કિયારા અને સિદ્ધાર્થે તેમની ફિલ્મ શેરશાહ મૂવીના સોંગ પર કપલ ડાન્સ કર્યો હતો. તેમજ આ ગીત સાથે બન્નેના ખાસ યાદો પણ જોડાયેલી છે. કારણ કે શેરશાહ મૂવીથી જ બંન્નેની લવ સ્ટોરી શરુ થઈ હતી. આ પાર્ટીમાં કિઆરાના ખાસ ફ્રેન્ડ શાહિદ કપૂરે પત્ની મીરા સાથે ‘નગાડા નગાડા’ પર કમાલ ડાન્સ કર્યો હતો. આ ઉપરાંત ‘સાડી કે ફૉલ સા..’ ગીત પર પણ થીરકતા જોવા મળ્યા હતા. શાહિદે દુલ્હન કિઆરા સાથે પણ ‘કબીર સિંહ’ ફિલ્મના ગીત ‘સાથ છોડૂંગા ના..’ પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. તેમજ કરન જોહરે તો તેના પર્ફોમન્સથી એક અલગ માહોલ બનાવી દીધો હતો. તેણે ‘સ્ટૂડન્ટ ઑફ ધ યર’ ના સોંગ ‘નશીલી હૈ રાત’, ‘ડિસ્કો દીવાને’ પર ડાન્સ કર્યો હતો. સિદ્ધાર્થે કરન જોહર અને જૂહી ચાવલા સાથે પણ ડાન્સ કર્યો હતો.

કિયારા-સિડ કી શાદી - Humdekhengenews

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નમાં ફૂડ મેનુ પણ ખાસ રાખવામાં આવ્યું છે. લગ્નમાં મહેમાનોને 10 દેશોની 100 થી વધુ વાનગીઓ પીરસવામાં આવશે. મેનુમાં ઈટાલિયન, ચાઈનીઝ, અમેરિકન, સાઉથ ઈન્ડિયન, મેક્સિકન, રાજસ્થાની, પંજાબી અને ગુજરાતી વાનગીઓનો સમાવેશ થાય છે. મીઠાઈમાં જેસલમેરના ઘોટવાન લાડુ પણ સામેલ થશે. કરન જોહરે અલગ જ માહોલ બનાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

વાઈટ અને બ્લેક થીમ

મહેંદી તથા સંગીત માટે વ્હાઇટ થીમ રાખવામાં આવી હતી. દરેક જગ્યાને સફેદ ફૂલોથી સજાવવામાં આવી હતી. તે સાથે જ કિઆરા તથા સિદ્ધાર્થ સફેદ કલરના ડ્રેસમાં જોવા મળ્યા હતા. તેમજ આમંત્રિત મહેમાનો પણ સફેદ કપડામાં જોવા મળ્યા હતા. કિઆરા-સિદ્ધાર્થે પાંચ ફેબ્રુઆરીના રોજ સાંજે ગેસ્ટ માટે વેલકમ પાર્ટી અરેંજ કરી હતી. જેની થીમ બ્લેક રાખવામાં આવી હતી. પાર્ટીને કરન જોહરે હોસ્ટ કરી હતી. તેણે બ્લેક શેરવાની પહેરી હતી. તેમજ ગેસ્ટ પણ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા. કિઆરા બ્લેક રંગના ગાઉન તથા સિદ્ધાર્થ બ્લેક શેરવાનીમાં જોવા મળ્યા હતા. જેમાં ડાબી બાજુ કિઆરાના તો જમણી બાજુ સિદ્ધાર્થના મહેમાનો બેઠા હતા. સિદ્ધાર્થની નાનીએ થનારી વહુનું મોં મીઠું કરાવ્યું હતુ. છેલ્લે ફેમિલી ડાન્સ સાથે કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

સિદ્ધાર્થ મલ્હોત્રા બારાતઃ સિદ્ધાર્થના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે

સિદ્ધાર્થ મલ્હોત્રા આજે કિયારા અડવાણી સાથે સાત ફેરા લેશે અને તે તેની કન્યા સાથે સંપૂર્ણ દેશી શૈલીમાં લગ્ન કરવા તૈયાર છે. સિદ્ધાર્થ મલ્હોત્રા પૂર્ણ ધામધૂમથી કિયારા અડવાણી સાથે લગ્ન કરશે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા ફુલ ઓન પંજાબી સ્ટાઇલમાં લગ્ન કરવાના છે. સિદ્ધાર્થ મલ્હોત્રા બેડ-બાજા સાથે ઘોડી પર સવાર થઈને વરધોડો કાઢવા તૈયાર છે.

ફેરા પહેલા લગ્ન મંડપના ફોટો થયા વાયરલ

થોડી જ વારમાં સિદ્ધાર્થ અને કિયારા સાત ફેરા લેશે. સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન પહેલા જ મંડપની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સિદ-કિયારાના લગ્નની થીમ પણ પિંક છે.

Back to top button