કિયારાએ કહ્યુ લગ્ન બાદ આ રીતે બદલાઇ ગઇ મારી LIFE


બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન ટોક ઓફ ધ ટાઉન રહ્યા. જેસલમેરના સુર્યગઢ પેલેસથી લગ્નની તસવીરો ખુબ જ વાઇરલ થઇ. હવે કિયારા અડવાણીએ એક ઇન્ટરવ્યુમાં લગ્ન બાદ પોતાની લાઇફમાં આવેલા પરિવર્તન અંગે જણાવ્યું છે. કિયારાએ સિદ્ધાર્થ મલ્હોત્રાને એક આદર્શ પતિ ગણાવ્યો છે.
માતા માટે વધી ગયુ રિસ્પેક્ટ
કિયારાએ કહ્યુ કે મારા લગ્ન પછી મારા મનમાં મારી માતાનું રિસ્પેક્ટ ખુબ જ વધી ગયુ છે. હવે હું તેમની વધુ ઇજ્જત કરવા લાગી છું. અભિનેત્રીએ જણાવ્યુ કે પહેલી વાર હું ઘર ચલાવી રહી છું. અત્યાર સુધી હું મારા માતા પિતાના ઘરમાં રહેતી હતી. મારી મા બધુ જ કરતી હતી. તેં ઘર ચલાવતી અમારા બધાના સમય સાચવી અમને પણ સાચવતી હતી. હવે મારા દિલમાં તેમના માટેનું માન વધી ગયું છે.
સિદ્ધાર્થ સાથે લગ્ન કરીને ખુશ છે કિયારા
કિયારા અડવાણી લગ્ન બાદની પોતાની લાઇફ વિશે જણાવતા કહે છે કે હું ખુબ જ ખુશ છું. સિદ્ધાર્થ બધાનું ખુબ જ રિસ્પેક્ટ રાખે છે. સીનિયર્સ, જુનિયર્સ અને જે કોઇ વ્યક્તિ તેની આસપાસ હોય છે તેને તે ઇજ્જત આપે છે. તેનામાં એ ખાસિયત છે કે તેની આજુબાજુ રહેલી દરેક વ્યક્તિ ખાસ ફીલ કરે છે. તેનો નેચર એકદમ શાલીન છે. તે આદર્શ પાર્ટનર છએ. તે મને હંમેશા મોટિવેટ કરતો રહે છે. તે બધા માટે પ્રેરણા રૂપ છે.
આ પણ વાંચોઃ Big Bએ જણાવ્યું હવે કેવી છે તબિયત? ‘Project K’ના શુટિંગ દરમિયાન થયા હતા ઘાયલ