કિયારા અડવાણી ની પ્રેગ્નન્સી ના સમાચારે ખેંચ્યું લોકોનું ધ્યાન, કાર્તિક આર્યને શેર કરી તસવીર


કિયારા અડવાણીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. હાલ કિયારા અડવાની તેની આગામી ફિલ્મ સત્ય પ્રેમ કી કથાના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કિયારા કાર્તિક આર્યન સાથે જોવા મળશે. કાર્તિક આર્યન અને કિયારા બંને ફિલ્મનું પ્રમોશન અલગ અલગ જગ્યા પર જઈને કરી રહ્યા છે. તેવામાં તાજેતરમાં કાર્તિક આર્યને કિયારાની જે તસવીર શેર કરી છે.લોકો તસવીર જોઇને અનુમાન લગાવી રહ્યા છે કે તે પ્રેગ્નેન્ટ છે.
View this post on Instagram
તેણે કાર્તિકની આંખોમાં જોઈને ફોટો ક્લિક કર્યો. એક તરફ લોકોને તેમની કેમેસ્ટ્રી પસંદ આવી હતી તો બીજી તરફ ઘણા લોકોએ દાવો કર્યો હતો કે અભિનેત્રી ગર્ભવતી છે અને તેનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું છે કે – શું કિયારા પ્રેગ્નેન્ટ છે? તો એ જ યુઝરે લખ્યું છે કે – ‘એવું લાગે છે કે સિદ્ધાર્થ મલ્હોત્રાને કહેવું પડશે’, જ્યારે એક યુઝરે તો એમ પણ કહ્યું છે કે – ‘કિયારા માત્ર મને જ પ્રેગ્નન્ટ લાગી રહી છે કે અન્ય કોઈને પણ? કિયારા અને સિદ્ધાર્થ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. બીજી તરફ ફિલ્મની વાત કરીએ તો ‘સત્યપ્રેમ કી કથા’ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો : ‘ટીકુ વેડ્સ શેરુ’ના પોસ્ટર જોઈને ભાવુક થઈ અવનીત કૌર