ટ્રેન્ડિંગમનોરંજન

કિયારા અડવાણીનું કાન્સ ડેબ્યૂ, હાર્ટ સ્લિટ ગાઉનમાં કિલર લુક!

Text To Speech
  • 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડ હસીનાઓ ખૂબ જ પ્રશંસા મેળવી રહી છે. કિયારા અડવાણીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં પોતાના ધમાકેદાર લુક સાથે ડેબ્યૂ કર્યું છે

18 મે, મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં પોતાના ધમાકેદાર લુક સાથે ડેબ્યૂ કર્યું છે. ઐશ્વર્યા રાય બચ્ચન બાદ બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી પણ ફ્રેંચ રિવેરા પહોંચી ગઈ છે. કિયારાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક સ્ટાઈલિશ પોસ્ટ કરી છે, જેમાં તેનો ખૂબ સુંદર લુક જોવા મળી રહ્યો છે. 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડ હસીનાઓ ખૂબ જ પ્રશંસા મેળવી રહી છે. આજે કાન્સના બીજા દિવસે સિલ્વર અને બ્લૂ આઉટફિટમાં ઐશ્વર્યાએ પણ રેડ કાર્પેટ પર વોક કરીને પ્રશંસા મેળવી હતી. હવે ઐશ્વર્યા બાદ બોલિવૂડની વધુ એક સુંદરીએ કાન્સ 2024માં ડેબ્યૂ કરીને વાહવાહી મેળવી છે.

કિયારા અડવાણીનું કાન્સ ડેબ્યૂ, હાર્ટ સ્લિટ ગાઉનમાં કિલર લુક! hum dekhenge news

કિયારા અડવાણી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલી વખત આવી છે. તેણે રેડ કાર્પોટ પર ઉતરતા પહેલા ફેન્સને તેની ઝલક બતાવી હતી. તેનો કાન્સનો આ પહેલો લુક જબરજસ્ત લાઈમલાઈટમાં મેળવી રહ્યો છે. એકટ્રેસે પહેલા લુક માટે વ્હાઈટ ગાઉન કેરી કર્યું છે. તેણે રેડ કાર્પેટ પહેલા ફ્રેન્ચ રિવેરા ઈવેન્ટથી પોતાની ઝલક બતાવી છે. થાઈ હાઈ સ્લિટવાળા વ્હાઈટ ગાઉનમાં તે સુંદર દેખાઈ રહી છે.

કિયારા અડવાણીનું કાન્સ ડેબ્યૂ, હાર્ટ સ્લિટ ગાઉનમાં કિલર લુક! hum dekhenge news

ઈન્સ્ટાગ્રામ પર તેણે શેર કરેલા વીડિયોમાં ફેન્સ તેની પર ફિદા થઈ ગયા છે. કિયારાનો આ ફ્રેન્ચ રિવેરા લુક ગોર્જિયસ છે. તેણે વ્હાઈટ પર્લ ઈયરિંગ્સ કેરી કરી હતી. ગાઉનના મેચિંગના હાઈ હીલ્સ પહેર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

વીડિયોમાં કિયારા એક એકછી ચઢિયાતા પોઝ આપી રહી છે. વ્હાઈટ સ્લિટ ગાઉનની નેકલાઈન ડીપ વી શેપ્ડ છે. સાથે કમર પર બેલ્ટ ડિઝાઈન કરવામાં આવ્યો છે. કિયારાના આ આઉટફિટ ફેશન ડિઝાઈનર પ્રબલ ગુરુંગે ડિઝાઈન કર્યા છે. ગયા વર્ષે આલિયા ભટ્ટ મેટ ગાલા 2023 ઈવેન્ટમાં પ્રબલ ગુરૂંગના ડિઝાઈનર આઉટફિટ પહેરીને જોવા મળી હતી. તો આ વખતે કિયારા તેના ગાઉનમાં સુંદર લાગી રહી છે.

આ પણ વાંચોઃ રિવ્યુ: સમંદર – મોટી તકને કેમ વેડફી નાખવી તેનું ઉત્તમ ઉદાહરણ

Back to top button