

બોલિવૂડ ડેસ્કઃ ગોર્જિયસ ડિવા કિયારા અડવાણી માટે આજનો દિવસ સુપર સ્પેશિયલ છે. આમ તો, સ્પેશિયલ દિવસ હોય તે સ્વાભાવિક જ છે, કારણ કે આજે કિયારાનો બર્થડે છે. જન્મદિવસે કિયારા દુબઈમાં છે અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેની ઉજવણી કરી રહી છે.
View this post on Instagram
કિયારા અને સિદ્ધાર્થ દુબઇમાં છે
કિયારા અને સિદ્ધાર્થ દુબઈમાં એકસાથે જોવા મળ્યાં છે. સોશિયલ મીડિયામાં કિયારા અને સિદ્ધાર્થના ચાહકોએ તેમની તસવીર વાઇરલ કરી છે. બંનેએ ચાહકો સાથે અલગ અલગ પોઝમાં ફોટા પડાવ્યા છે. જેની તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ છે.

આ વાઇરલ ફોટોમાં કિયારા અડવાની અને સિદ્ધાર્થ મલ્હોત્રા બે અલગ અલગ લૂકમાં દેખાઈ રહ્યા છે. એક ફોટોમાં કિયારા બ્લેક આઉટફિટ સાથે એકદમ જક્કાસ દેખાઈ રહી છે. તો બીજી તસવીરમાં તે ટીશર્ટ અને ટ્રાઉઝર સાથે એકદમ કૂલ લાગી રહી છે. બંને પોસ્ટમાં કિયારા અને સિદ્ધાર્થનો લૂક એકદમ સુપર લૂક છે.
સિદ્ધાર્થ અને કિયારાનું રિલેશનશિપ સ્ટેટસ શું છે?
સિદ્ધાર્થ અને કિયારા અડવાણીના રિલેશનવિશે ચારેકોર ચર્ચાઓ થઈ રહી છે. બંને મોટેભાગે એકસાથે જ જોવા મળતા હોય છે. હવે કિયારાના જન્મદિવસે સિદ્ધાર્થ તેની સાથે દુબઈમાં આ સ્પેશિયલ દિવસની ઉજવણીમાં સહભાગી થતો જોવા મળી રહ્યો છે. ત્યારે થોડા સમય પહેલાં જ કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં અનન્યા પાંડેએ પણ ઇશારામાં સિદ્ધાર્થ અને કિયારાના રિલેશનને કન્ફર્મ કર્યું હતું.
હાલ કિયારાના વર્કફ્ર્ન્ટની વાત કરી એ તો, તેની કરિયર હાલ સાતમા આસમાને છે. કિયારાએ હમણાં થોડા સમય પહેલાં જ ભૂલ ભૂલૈયા 2 અને જુગ જુગ જિયો જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. એક્ટ્રેસની બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.