Kiaએ લક્ઝરી ઈલેક્ટ્રિક SUV ભારતમાં કરી લોન્ચ, જાણો કેવા છે ફીચર્સ
નવી દિલ્હી, 3 ઓક્ટોબર 2024: Kia એ ભારતમાં લક્ઝરી ઈલેક્ટ્રિક એસયુવી EV9 લોન્ચ કરી છે. આ કારની કિંમત રૂ. 1.30 કરોડ (એક્સ શોરૂમ) છે. Kia EV9 ની સ્પર્ધા Mercedes-Benz EQE અને BMW iX સાથે થશે. EV9 Kiaની ભારતમાં EV6 પછી રજૂ થયેલી બીજી ઈલેક્ટ્રિક કાર છે.
કિંમત કેમ છે વધારે?
EV9 ઈલેક્ટ્રિક-ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ (E-GMP) પર આધારિત છે. આકર્ષક લુક અને દમદાર બેટરી પેકથી સજ્જ આ એસયુવીમાં અનેક અદ્યતન ફીચર્સ છે. કંપની આ એસયુવીને કમ્પલીટ બિલ્ટ યુનિટ (CBU) રૂટથી ભારતમાં લાવી રહી છે, આ કારણે તેની કિંમત આટલી વધારે છે.
આ એસયુવીની લંબાઈ 5015 મિમી, પહોંળાઈ 1980 મિમી, ઊંચાઈ 1780 મિમી અને તેમાં 3100 મિમીનો વ્હીલબેસ આપવામાં આવ્યો છે. ફ્રંટમાં એલ શેપના DRLs સાથે વર્ટિકલ સ્ટેક્ડ LED હેડલેંપ અને ઈન્ટીગ્રેટેડ ડિજિટલ પેટર્ન લાઇટિંગ સાથે ક્લોઝડ ઑફ ગ્રિલ આપવામાં આવી છે. તેમાં વર્ટિકલ LED ટેલ લેંપની સાથે ટેલગેટ, સ્પૉઇલર અને સ્કિડ પ્લેટ સાથે ડ્યુલ ટોન બંપર પણ આપવામાં આવ્યા છે.
5.3 સેકંડમાં પકડશે 100 કિમી/કલાકની સ્પીડ
ઈલેક્ટ્રિક એસયુવીમાં કંપનીએ 99.8 kwhની ક્ષમતાનું બેટરી પેક આપ્યું છે. જેને ડ્યુલ ઈલેક્ટ્રિક મોટરથી જોડવામાં આવ્યું છે. આ બંને મોટર સંયુક્ત રીકે 384hpપાવર અને 700Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે એસયુવી સિંગલ ચાર્જમાં 561 કિમીનું અંતર કાપી શકે છે. Kia EV9 માત્ર 5.3 સેકંડમાં 0 થી 100 કિમી/કલાકની સ્પીડ પકડી શકે છે. તેની બેટરીને 350KWના ડીસી ફાસ્ટ ચાર્જરની મદદથી માત્ર 24 મિનિટમાં જ 10 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.
અન્ય ફીચર્સ
Kia EV9માં ઈલેક્ટ્રિક એડજસ્ટમેંટ, મસાજ ફંકશન અને એડજસ્ટેબલ લેગ સપોર્ટ જેવી સુવિધાઓ મળે છે. અન્ય ફીચર્સમાં થ્રી ઝોન ક્લાયમેટ કંટ્રોલ, ડ્યુઅલ ઈલેક્ટ્રિક સનરૂફ, હેડ-અપ ડિસ્પ્લે, ડિજિટલ ઈનસાઈટ રિયર વ્યૂ મિરર, વ્હીકલ ટૂ લોડ ફંકશનલિટી, 14 સ્પીકર મેરિડિયન ઓડિયો સિસ્ટમ, ડિજિટલ કી, OTA અપડેટ જેવા ફીચર્સ છે.
આ એસયૂવી 10 એરબેગ્સ, ઈએસસી, હિલ ડિસેંટ કંટ્રોલ, વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેંટ, આગળ-પાછળ અને સાઇડ પાર્કિંગ સેંસર, ઓલ વ્હીકલ ડિસ્ક બ્રેક તતા 360 ડિગ્રી કેમેરાથી લેસ છે. તેમાં લેવલ-2 એડવાંસ ડ્રાઇવિંગ અસિસ્ટેંસ સિસ્ટમ (ASAS) પણ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ શેરબજાર 1769 પોઇન્ટના કડકા સાથે બંધ, માર્કેટમાં 2 મહિનાનો સૌથી મોટો ઘટાડો