ખ્યાતિ કાંડના આરોપી ડૉ.સંજય પટોલીયાની ધરપકડ, જાણો કેવી છે કરિયર
અમદાવાદ, તા.4 ડિસેમ્બર, 2024: અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં બે દર્દીઓના મોત થતા હોસ્પિટલ પર હોબાળો થયો હતો. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પ્રથમ તમામ લોકોના ઓપરેશ કરનારા ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ મેહુલ જૈન, સીઈઓ ચિરાગ રાજપૂત, પ્રતીક ભટ્ટ, પંકિલ પટેલ, મિલિન્દ પટેલ એમ પાંચ ઓરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડૉ. સંજય પટોલીયાની ધરપકડ કરવામાં આવી હતી. આમ આ કેસમાં કુલ સાત લોકોની ધરપકડ થઈ છે, જ્યારે બે ફરાર છે.
કેવી રીતે ઝડપાયો ડૉ. સંજય પટોલીયા
આરોપી ગોતા સિલ્વર ઓક યુનિવર્સિટી પાસેથી ઝડપાયો હતો. આરોપી તેમના ડૉકટર મિત્રને મળવા આવવાના હતા ત્યારે પોલીસે ધરપકડ કરી હતી. બનાવના દિવસે રાતે આરોપી ફોર્ચ્યુનર ગાડીમાં રાજકોટ નાસી ગયો હતો અને રાત્રિ રોકાણ રાજકોટની હોસ્પિટલ ખાતે કર્યું હતું. બીજા દિવસે ગુનો નોંધાતા આરોપી રાજસ્થાન નાસી ગયો હતો. રાજસ્થાનમાં ઉદયપુર, પાલી, અજમેર, જયપુર, દિલ્હી એમ અલગ અલગ જગ્યાએ હતો અને દરરોજ અલગ અલગ હોટેલમાં રોકાતો હતો. બેરિયાટ્રિક સર્જન ડૉ. સંજય પટોલિયા જ્યારે ઝડપાયો ત્યારે ધૂળથી ખરડાયેલી અને ફાટેલી ટી-શર્ટમાં હતો. ખ્યાતિ હૉસ્પિટલમાં આરોપીનો 39 ટકા ભાગ હતો
ડૉક્ટર સંજય પટોલીયાની કેવી છે કરિયર
- આરોપી ડૉક્ટર સંજય પટોલીયા બેરીયાટ્રિક સર્જન છે.
- આરોપી ડો. સંજય પટોલીયા અમદાવાદ બેરીયાટ્રીકસ હોસ્પીટલના સ્થાપક છે. તેમણે હૉસ્પિટલની શરૂઆત કરી હતી. 2021 નવા ભાગીદારો તરીકે કાર્તિક પટેલ તથા પ્રદિપ કોઠારી તથા ચિરાગ રાજપૂતને સામેલ કરી ખ્યાતિ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલની શરૂઆત કરી હતી.
- ડૉ.સંજય પટોલીયા હૉસ્પિટલના ડાયરેકટરો પૈકી એક ડોકટર ડાયરેકટર છે. હૉસ્પિટલમાં દર્દીઓની મેડીકલ સારવારને લગતા તમામ નિર્ણયો પોતે લેતા હતા. હૉસ્પિટલમાં નવા મેડીકલ વિભાગો ચાલુ કરવા તથા તે માટે જરૂરી ડોકટરો લાવવા માટેની કામગીરી સંભાળતા હતા.
- 1999થી 2002 સુધી પંડિત દીનદયાલ ઉપાધ્યાય, મેડીકલ કોલેજ, રાજકોટમાં આસી.પ્રોફેસર તરીકે કામ કર્યું હતું
- 2002 થી 2003આઠેક મહિના પદ્મ કુંબરબા હોસ્પીટલ રાજકોટમાં ફૂલ ટાઇમ સર્જન તરીકે કામ કર્યું હતું.
- 2003 થી 2006 સુધી સરદાર પટેલ હૉસ્પિટલ રાજકોટ ખાતે કામ કર્યું.
- 2006 સિટી હૉસ્પિટલના નામથી ત્રણ ડોકટર્સ ભાગીદારીમાં હોસ્પિટલ ચાલુ કરી. આ હૉસ્પિટલ હાલ ન્યુ લાઇફ હૉસ્પિટલના નામથી કાર્યરત છે.
- 2012 માં અમદાવાદ શહેર ખાતે ડો. મહેન્દ્ર નરવરીયા તથા ડો.મનિષ ખેતાન સાથે ભાગીદારીમાં ગ્રુપ પ્રેકટીસમાં અમદાવાદ બેરીયાટ્રીકસ એન્ડ કોસ્મેટીક પ્રા.લી. નામની કંપનીની શરૂઆત કરી.જેનુ ટ્રેડ નામ એશિયન બેરીયાટ્રીકસ હૉસ્પિટલ રાખવામાં આવ્યું હતું.
- 2012થી 2014સુધી અઠવાડીયા એક થી બે દિવસ એશિયન બેરીયાટ્રીકસ હૉસ્પિટલ ખાતે આવતા બાકીના દિવસોમાં રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરતા હતા.
- 2014થી પૂર્ણકાલિન ડોકટર તરીકે એશીયન બેરીયાટ્રીકસ હોસ્પીટલમાં પ્રેકટીસ ચાલુ કરેલ.
- 2016 માં અમદાવાદ બેરીયાટ્રીકસ અને કોસ્મેટીક પ્રા.લી. માંથી ડો. મનિષ ખૈતાન છુટા પડેલ
- 2021 માં ડો. મહેન્દ્ર નરવરીયા છુટા થતા તેઓની જગ્યાએ કાર્તિક પટેલ, પ્રદિપ કોઠારી તથા ચિરાગ રાજપૂત જોડાયેલ.
- આરોપી ખ્યાતિ હોસ્પીટલમાં બેરીયાટ્રીકસ વિભાગના પૂર્ણકાલીન ડોકટર તથા તેમના પત્નિ ડો.હેતલ પટોલીયા ગાયનેક વિભાગના પૂર્ણકાલીન ડૉકટર તરીકે સેવા આપે છે.
આ પણ વાંચોઃ મહાયુતિએ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો, ફડણવીસે શિંદેને કરી આ અપીલ