‘ખોસલા કા ઘોસલા’થી જાણીતા અભિનેતા પ્રવીણ દબાસની કારને નડ્યો અકસ્માત, ICUમાં દાખલ
- બાંદ્રા સ્થિત હોલી ફેમિલી હોસ્પિટલના ICUમાં તેમની સારવાર ચાલી રહી છે
મુંબઈ, 21 સપ્ટેમ્બર: ખોસલા કા ઘોસલાથી જાણીતા અભિનેતા પ્રવીણ દબાસ વિશે એક આશ્ચર્યજનક માહિતી બહાર આવી છે. અભિનેતા રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માત બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં મુંબઈના બાંદ્રા સ્થિત હોલી ફેમિલી હોસ્પિટલના ICUમાં તેમની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત શનિવારે સવારે થયો હતો. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ડોક્ટરો તેમની સારવારમાં લાગેલા છે. અભિનેતાની પત્ની અભિનેત્રી પ્રીતિ ઝંગિયાની તેમના મુશ્કેલ સમયમાં હોસ્પિટલમાં તેમની સાથે છે.
પ્રવીણ દબાસ ગંભીર રીતે ઘાયલ
પ્રવીણ આર્મ રેસલિંગ પ્રો પંજા લીગના સહ-સ્થાપક છે. પ્રો પંજા લીગે પોતાના નિવેદનમાં કહ્યું કે, અમને એ જણાવતા દુઃખ થાય છે કે પ્રો પંજા લીગના સહ-સ્થાપક પ્રવીણ દબાસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શનિવારે સવારે થયેલા કમનસીબ કાર અકસ્માત બાદ તેમને બાંદ્રાની હોલી ફેમિલી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે પુષ્ટિ કરીએ છીએ કે, તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મુશ્કેલ સમયમાં અમારા વિચારો પ્રવીણ અને તેમના પરિવાર સાથે છે. પ્રો ક્લો લીગ આ પરિસ્થિતિ પર ખૂબ ધ્યાન આપી રહી છે. તમને સમય સમય પર તમામ અપડેટ મળતા રહેશે. અમે ચાહકોને વિનંતી કરીએ છીએ કે, આ મુશ્કેલ સમયમાં પ્રવીણ અને તેમના પરિવારની ગોપનીયતાનું ધ્યાન રાખે. અમે પ્રવીણને ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.”
પ્રવીણ દબાસ રાગિની MMS 2, માય નેમ ઈઝ ખાન જેવી ફિલ્મો માટે જાણીતા છે. તેમણે મેડ ઇન હેવન જેવી સિરીઝમાં પણ કામ કર્યું છે. હાલમાં જ તે એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી ફિલ્મ શર્મા જી કી બેટીમાં જોવા મળ્યા હતા. પ્રવીણ જાણે છે કે, તેના પાત્રોથી લોકોના દિલમાં કેવી રીતે પહોંચવું.
પ્રીતિ ઝંગિયાની સાથે કર્યા લગ્ન
પ્રવીણની ઉંમર 50 વર્ષ છે. 2008માં તેમણે અભિનેત્રી પ્રીતિ ઝંગિયાની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેમને બે બાળકો પણ છે. અભિનેતા તેમની પત્ની અને બાળકો સાથે સુખી લગ્ન જીવન જીવી રહ્યો છે. પ્રવીણ અને પ્રીતિની મુલાકાત ફિલ્મ ‘વિથ લવ…તુમ્હારા’ના સેટ પર થઈ હતી. શૂટિંગ દરમિયાન તેઓ પ્રેમમાં પડ્યા અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ. આ પછી બંનેએ સ્વેન એન્ટરટેઈનમેન્ટ નામની કંપની પણ શરૂ કરી.
પ્રીતિએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “સાથે બિઝનેસ કરતી વખતે અમે ઘણી બધી બાબતોને લઈને દલીલો કરીએ છીએ, પરંતુ પછી બધું સારું થઈ જાય છે.” હવે જ્યારે લોકોને પ્રવીણના અકસ્માતની જાણ થઈ, ત્યારે દરેક વ્યક્તિ તેના જલદી સાજા થઈ જાય તેવી કામના કરી રહ્યા છે.
આ પણ જૂઓ: અમિતાભ બચ્ચને ફેન્સની માફી માંગી, કહ્યું – ‘હું એકવાર ફરીથી’