ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ ટ્રસ્ટી પદ પરથી આપ્યુ રાજીનામું
ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ મંદિરના ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દીધુ છે. ત્યારે ભાજપમાંથી ટિકિટ મળતા હવે નિયમ પ્રમાણે હવે તેઓ ટ્રસ્ટી પદ પર નહીં રહે અને જેને લઈને આજે તેમણે ટ્રસ્ટી પદ પરથી રાજીનામું આપી દીધુ છે. ત્યારે રાજકોટની દક્ષિણ વિધાનસભાની સીટ પરથી તેઓ ચૂંટણી લડવાના છે.
ખોડલધામના ટ્રસ્ટીએ આપ્યું રાજીનામું
2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે અનેક પાર્ટી હવે પ્રચારની કામગીરીમાં પણ લાગી જશે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા પણ ઝંપલાવ્યુ છે. જેને લઈને આજે તેઓએ ખોડલધામના ટ્રસ્ટી પદ પરથી રાજીનામું આપી દીધુ છે. અને આ વખતે રાજકોટ દક્ષિણની વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા છે.
આ પણ વાંચો:ગુજરાત ચૂંટણી : પૂર્વ મંત્રી અને ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણે દિયોદર બેઠક ઉપરથી ઉમેદવારી પત્ર ભર્યું
ટેક્સટાઈલ ઉદ્યોગમાં 7 ઈન્ટસ્ટ્રીના માલિક
રમેશ ટીલાળા ટેક્સટાઈલ ઉદ્યોગમાં કામ કરતા હતા જેઓએ પોતાનો અલગ ટેક્સટાઈલ ઉદ્યોગ પણ ઉભા કર્યા છે, ત્યારે તે રાજકોય અને આંણદમાં મળીને કુલ 7 ઈન્ડસ્ટ્રી ધરાવે છે. ટેક્સટાઈલ, ફૂડ, કાસ્ટિંગ, પ્લાસ્ટિક, ફોરજિંગ સહિત 7 ઇન્ડસ્ટ્રી મળી કુલ 1500 જેટલા કર્મચારીઓને રમેશભાઇ રોજી રોટી પૂરી પાડે છે. ત્યારે રાજકોટ બેઠક પરના સૌથી ધનિક ઉમેદવાર માનવામાં આવે છે.