ખોડલધામ ટ્રસ્ટમાં પૂર્વ CM આનંદીબેનના પુત્રી અનાર પટેલ સહિત 43 નવા સભ્યોનો સમાવેશ
રાજકોટના કાગવડ ખાતે આવેલા લેઉવા પટેલ સમાજના આસ્થા સમાન ખોડલધામ મંદિરને આજે છ વર્ષ પૂર્ણ થઈ સાતમું વર્ષ બેઠું છે. જેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે અહીં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નવી સરકારના મંત્રીઓના સન્માન થવાના છે. સાતમા વર્ષના પ્રવેશ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટમાં વધુ 43 ટ્રસ્ટીનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ, બીપીનભાઈ ગોતા (કેડીલા), કરશનભાઇ પટેલ (નિરમા) જેવા દિગજજોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીના હસ્તે ધ્વજારોહણ
આ કાર્યક્રમ અંગે ચેરમેન નરેશ પટેલે થોડા દિવસ પહેલા એક પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 6 વર્ષ પુરા થઈ ને 7માં વર્ષમાં પ્રવેશ થયો છે. ત્યારે ખોડલધામ મંદિર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, રાઘવજી પટેલ, કુંવરજી બાવળીયા, મુળુભાઇ બેરા, ભાનુબેન બાબરીયા, પ્રફુલ પાનસેરિયા સહિતના મંત્રી ઉપસ્થિત રહેશે અને CMના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે.
વધુમાં ખોડલધામ ટ્રસ્ટનાં પ્રથમ મહિલા ટ્રસ્ટી તરીકે ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં પુત્રી અનારબેન પટેલ પણ જોડાઈ રહ્યા છે. જે મહિલા સશક્તિકરણનું બેનમૂન ઉદાહરણ છે. આ ઉપરાંત વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી 10 વર્ષ પુર્ણ થતાં આગામી સમયમાં પણ ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
અનાર પટેલ સહિત અન્ય ટ્રસ્ટીઓના નામની યાદી
આજે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે 43 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના પુત્રી અનાર પટેલ ઉપરાંત બીપીનભાઈ પટેલ તેમજ મૃગેશભાઈ ઝાલાવડીયા સહિતનાઓનો સમાવેશ થાય છે. અહીં આ તમામ લોકોની યાદી સામેલ છે.
ખોડલધામ ટ્રસ્ટમાં જોડાયેલા નવા ટ્રસ્ટીઓનું લિસ્ટ
- અનાર બેન પટેલ
- બીપીનભાઈ પટેલ
- મૃગેશભાઇ કાળુભાઈ ઝાલાવાડીયા
- જગદિશભાઈ ડોબરીયા (જેપી ઈન્ફ્રા)
- ગુણવંતભાઈ ભાદાણી (સ્વાગત ૩૫)
- દુષ્યંતભાઈ ટીલાળા (રાજન ટેક્નોકાસ્ટ)
- વી.પી. વૈષ્ણવ (ચેમ્બર પ્રમુખ)
- ચંદ્રકાંતભાઈ ભાલાળા (બાલાજી મલ્ટીપ્લેક્સ)
- વિમલભાઈ પાદરીયા (સિદ્ધિ વિનાયક ગ્રુપ)
- સંજયભાઈ સાકરીયા (આસોપાલવ ગ્રુપ
- મનોજભાઈ સાકરીયા (સોપાન ગ્રુપ)
- રમેશભાઈ પાંભર (ડેકલાઈન ઈન્ડસ્ટ્રીઝા
- વિનુભાઈ સરધારા (મારૂતિ ગ્રુપ)
- કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્કન ગ્રુપ)
- ચંદુભાઈ પરસાણા (શ્રી દિનેશભાઈ પરસાણા)
- અશોકભાઈ પટેલ (જય ગણેશ ઓટો)
- પરસોત્તમભાઈ નારાણભાઈ જૈવરીયા
- નિરવભાઈ દેવચંદભાઈ ખુંટ
- ચતુરભાઈ રામજીભાઈ ચોડવડીયા
- દિનેશભાઈ બટુકભાઈ સિયાણી
- રમેશભાઈ મેસિયા
- ઘનશ્યામભાઈ પોપટભાઈ હીરપરા
- દિનેશભાઈ ભગવાનભાઈ બાંભણિયા
- નાગજીભાઈ નાનજીભાઈ શિંગાળા
- સુસ્મિતભાઈ રોકડ
- ધ્રુવભાઈ વિનોદભાઈ તોગડીયા
- નૈમિષભાઈ રમેશભાઈ ધડુક
- રસિકભાઈ મારકણા
- રમેશભાઈ કાથરોટીયા
- શ્રી મનીષભાઈ મંગલપરા
- દેવચંદભાઈ કપુપરા
- મનસુખભાઈ ઉંધાડ
- રસિકભાઈ ઝાલાવાડિયા
- મનસુખભાઈ નારણભાઈ રાદડિયા
- હિમતભાઈ બાબુભાઈ શેલડિયા
- ભુપતભાઈ પોપટભાઈ રામોલિયા
- ભરતકુમાર ત્રિભોવનદાસ પટેલ
- પંકજભાઈ નાથાભાઈ ભુવા
- કિશોરભાઈ સાવલિયા
- નાથાભાઈ મુંગરા
- જીતુભાઈ તંતી
- નેહલભાઈ પટેલ
- પ્રવિણભાઈ વલ્લભભાઈ પટેલ
- કલ્પેશભાઈ તંતી
આ પણ વાંચો : રાજ્યમાં આગામી 24 કલાકમાં ઠંડી વધશે તો સાથે જ માવઠાની પણ આશંકા