ખોડલધામ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં હજારો ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમશે
- સાઉથ ઝોનમાં સાંઈબાબા સર્કલ ખાતે અને ઈસ્ટ ઝોનમાં કાર્તિક પાર્ટી પ્લોટ ખાતે યોજાશે નવરાત્રિ મહોત્સવ
- શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજ્યભરમાં 37 સ્થળે નવરાત્રિ મહોત્સવનું આયોજન
રાજકોટ : 1 ઓકટોબર, તારીખ 03 ઓક્ટોબરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વે સમાજના ભાઈઓ-બહેનો પારિવારિક માહોલમાં ગરબે રમીને આદ્યશક્તિની આરાધના કરી શકે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેરના સાઉથ ઝોન અને ઈસ્ટ ઝોન ઝોનમાં નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, વિશાળ મેદાન, લાઈટીંગ, બહેનોની સંપૂર્ણ સુરક્ષા અને પારિવારિક માહોલમાં આ નવરાત્રિ મહોત્સવ યોજાશે. તા. 03 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી યોજાનાર આ નવરાત્રિ મહોત્સવમાં દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવનાર ગાયક કલાકારો રાસ-ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ગરબે રમાડશે.
શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનો-દીકરીઓ-ભાઈઓ પારિવારિક માહોલમાં સુરક્ષિત રીતે ગરબે રમી શકે તે માટે સિક્યુરીટી, સીસીટીવી કેમેરા, વિશાળ પાર્કિંગ ઉપરાંત સ્વયંસેવકોની પણ મોટી સંખ્યામાં વ્યવસ્થા કરાઈ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને સરકારી ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરીને આયોજન કરવામાં આવ્યું છે. આ સુરક્ષિત અને પારિવારિક વાતાવરણમાં દરરોજ હજારો ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવી મા ખોડલની આરાધના કરશે.
રાજકોટ સાઉથ ઝોનઃ શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ સાઉથ ઝોન દ્વારા આ વર્ષે ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. રાજકોટ શહેરના કોઠારીયા ખાતે આવેલા રોલેક્ષ રોડ પરના સાંઈબાબા સર્કલ ખાતે સાઉથ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિદ્ધ સિંગર કેયુર વાઘેલા, સ્વાતિ પ્રજાપતિ, શિતલબા રાજપુત, વિજ્યા વાઘેલા, એન્કર ગાર્ગી વેગડા અને રીધમ વિજય બારોટ એન્ડ ટીમ ખેલૈયાઓને ગરબે રમાડશે. વધુ માહિતી માટે મો.નં. 98247 34172 પર સંપર્ક કરવા જણાવાયું છે.
રાજકોટ ઈસ્ટ ઝોનઃ દર વર્ષની માફક આ વર્ષે પણ ખોડલધામ નવરાત્રિ મહોત્સવ ઈસ્ટ ઝોન દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામ નવરાત્રિ મહોત્સવ ઈસ્ટ ઝોન દ્વારા કાર્તિક પાર્ટી પ્લોટ, 80 ફૂટ રોડ, કુવાડવા રોડ, રાજકોટ ખાતે જાજરમાન આયોજન કરાયું છે. જેમાં સીંગર તરીકે નિરવ રાયચુરા, ચાર્મી રાઠોડ, નેન્સી વેકરીયા, એન્કર આરજે વિનોદ અને ઓરકેસ્ટ્રા આકાશ ચૌહાણ ખેલૈયાઓને નવરાત્રિમાં ગરબે રમાડશે. વધુ માહિતી માટે મો.નં. 98244 37932, 98255 00490, 98795 11501 પર સંપર્ક કરવો. રાજકોટ શહેર સહિત રાજ્યભરમાં 37 સ્થળે ખોડલધામ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદ, વડોદરા, જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, ઉપલેટા, જેતપુર, જસદણ, દામનગર, ધોરાજી, ગોંડલ, સોમનાથ, તાલાલા, ઊના, ગીર ગઢડા, ધ્રોલ, લતીપુર, અંકલેશ્વર, પાટણવાવ, મોટા ગુંદાળા, ગોધરા, નંદીસર, અરવલ્લી, કુંભરવાડી, મોરવા રેણા, નંદીસર, જેડોલી, ગોઠીબ, રતનપુર, વાડોદર, પરસોડા સહિતના સ્થળે ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ ગરબે રમીને મા ખોડલની આરાધના કરશે.
આ પણ વાંચો…અમદાવાદ: ચાંદખેડામાં આવેલા કાપડના ગોડાઉનના ભોંયરામાં લાગી ભીષણ આગ, ફાયરની 9 ગાડી દોડી