ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ખેરાલુમાં નાયબ મામલતદાર રૂપિયા 10,000ની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો

Text To Speech

ખેરાલુ, તા. 24 ફેબ્રુઆરી, 2025: લાંચિયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે તેમ છતાં ઘણા સરકારી બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ખેરાલુમાં નાયબ મામલતદાર રૂપિયા 10,000ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો હતો.

ખેરાલુ મામલતદાર કચેરી ખાતે પુરવઠા શાખામાં સસ્તા અનાજના પરવાનેદાર વેપારીઓને જુદા-જુદા બહાના હેઠળ હેરાન કરી માસીક રૂ.૧,૦૦૦ થી રૂ.૫,૦૦૦ ની રકમ આ વેપારીઓ પાસે થી લાંચ પેટે હપ્તો લેવામાં આવે છે અને જો લાંચ પેટે હપ્તો ના આપે તો બિન-જરૂરી નોટીસો કાઢી હેરાન કરતા હોવાની ચોક્કસ બાતમી હકીકત મશી હતી. જે આધારે ડિકોયરનો સાથ સહકાર મેળવી ડિકોયર ને સાથે રાખી બાતમી હકીકત સત્યતા ચકાસતા ખેરાલુ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર, પુરવઠા (વર્ગ-૩) તરીકે ફરજ બજાવતો ધર્મેન્દ્રકુમાર કનૈયાલાલ મહેતા ડીકોયરને હેરાન ન કરવા લાંચ અંગેની હેતુલક્ષી વાતચીત કરી બે માસના હપ્તા પેટે રૂ.૧૦,૦૦૦ લાંચ માંગતા રંગેહાથ ઝડપાયો હતો.

લાંચની માંગણીની રકમ:
રૂ.૧૦,૦૦૦

લાંચની સ્વીકારેલી રકમ:
રૂ.૧૦,૦૦૦

લાંચની રીકવર કરેલી રકમ:
રૂ.૧૦,૦૦૦

ટ્રેપિંગ અધિકારી:
એસ.ડી.ચાવડા, પો.ઇન્સ.
મહેસાણા એ.સી.બી. પો.સ્ટે.

સુપર વિઝન અધિકારી :
એ.કે.પરમાર,
મદદનિશ નિયામક,
ગાંધીનગર એ.સી.બી. એકમ.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર 65 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. કન્સલ્ટીંગનું કામ કરતાં એક વ્યક્તિએ બિલ્ડિંગની ફાયર NOC માટે પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતા. જેમાં ફાયર ઓફિસરે NOC માટે લાંચની માંગણી કરી હતી. સમગ્ર મામલે ફરિયાદીએ ACBને જાણ કરી હતી. ત્યારબાદ ACBએ છટકું ગોઠવીને ફાયર ઓફિસરને રૂ. 65000ની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચોઃ ઝેલેંસ્કીએ યુદ્ધ ખતમ કરવાનો આપ્યો પ્રસ્તાવ, પુતિન સામે રાખી આ શરત

Back to top button