ખેલમહાકુંભ 2.0નો આજે સાંજે પ્રારંભઃ પેરા એશિયન ગેમ્સના વિજેતાઓનું સન્માન પણ થશે
અમદાવાદ, 27 ડિસેમ્બર: આજે ખેલમહાકુંભ 2.0નો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયાના ટ્રાન્સસ્ટેડિયા ખાતે થશે. જેમાં પેરા એશિયન ગેમ્સ 2023માં વિજેતા થયેલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓનું ખેલ પ્રતિભા રોકડ પુરસ્કારથી સન્માનિત કરાશે. આ કાર્યક્રમ આજે સાંજે સાત વાગ્યાથી શરૂ થશે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે. આ સિવાય તાલુકા કક્ષાએ વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર પણ અપાશે.
ખેલમહાકુંભ 2.0 નો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભવ્યાતિભવ્ય શુભારંભ…
તારીખ: 27 ડિસેમ્બર 2023
સમય: સાંજે 7 વાગે
સ્થળ: ટ્રાન્સસ્ટેડિયા, કાંકરિયા, #અમદાવાદ.#Sports #KhelMahakumbh #Gujarat pic.twitter.com/m9tc5uLXdX— Gujarat Information (@InfoGujarat) December 27, 2023
ખેલમહાકુંભની વિગતો જાણવા માટે https://khelmahakumbh.gujarat.gov.in/ પર ક્લિક કરી માહિતી મેળવી શકો છે. તદ્પરાંત 1800 274 6151 ટોલ ફ્રી નંબર પણ જાહેર કરાયો છે. અગાઉ ખેલમહાકુંભ માટે રજીસ્ટ્રેશન ખુલ્લુ મૂકાતાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, હવે 35 રમતો ઉપરાંત વુડબોલ, સેપક ટકરાવ, બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલ જેવી નવી 4 રમતો મળી 39 જેટલી રમતોની સ્પર્ધાનું આયોજન થશે. ઉપરાંત અંડર 9 વય જૂથનો સમાવેશ કરાયો છે. ખેલ મહકુંભ 2.0માં રાજ્યકક્ષાની રમતમાં વિજેતા ઉમેદવારોને નેશનલ- ઈન્ટરનેશનલ કક્ષાએ જવા માટે યોગ્ય પ્લેટફેર્મ પૂરું પાડવામાં આવશે.
ગૃહ અને રમતગમત વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ખેલ મહાકુંભ 2.0માં વિજેતા થનારા ખેલાડીઓને કુલ 45 કરોડ રૂપિયાના ઇનામો આપવામાં આવશે. જો કે, ગયા વર્ષે 55 લાખનું રજિસ્ટ્રેશન હતું. આ ઉપરાંત, એશિયન ગેમ્સમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને રાજ્ય સરકાર તરફથી 5 લાખની રકમ ઈનામ રૂપે અપાશે.
આ પણ વાંચો: કચ્છ રણોત્સવમાં ‘લાઈટ એન્ડ સાઉન્ડ શો’ નો શુભારંભ કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ