અમદાવાદઃ પાંચ રાજ્યોની ચૂંટણીના તાજેતરમાં આવેલા પરિણામોમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. હવે કોંગ્રેસની સરકાર દેશમાં માત્ર રાજસ્થાન અને છત્તીસગઢમાં જ રહી છે. આવામાં ગુજરાતમાં નજીકના સમયમાં આવી રહેલી ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. આ દરમિયાન દરેક પક્ષમાં તોડજોડની રાજનીતિ પણ થઈ રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતની તમામ 26 બેઠકો કબ્જે કરવા ભાજપ કમરકસી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં હાલ 11 બેઠકો ભાજપ પાસે અને 14 બેઠકો કોંગ્રેસ પાસે અને 1 બેઠક અપક્ષ પાસે છે. જેમાં અરવલ્લી જિલ્લાની ભિલોડા બેઠક હાલ ખાલી છે કારણ કે, તાજેતરમાં જ ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશિયારાનું નિધન થયું છે. ભાજપે ઉત્તર પ્રદેશમાં અપનાવેલી નીતિને ગુજરાતમાં અનુસરવા જઈ રહી છે. જેથી કોંગ્રેસને વધુ એક ઝટકો લાગવાના એંધાણ જોવા મળી રહ્યા છે. ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પંજો છોડી કેસરિયો ધારણ કરશે તેવી ચર્ચા ચારેકોર થઈ રહી છે.
- કોંગ્રેસ ધારાસભ્યોમાં નારાજગી દોર યથાવત્
ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલની નારાજગી યથાવત્
પાર્ટી હાઇ કમાન્ડ અશ્વિન કોટવાલને મનાવવામાં નિષ્ફળ
આદિવાસી સમાજના મોટા નેતા છે અશ્વિન કોટવાલ
પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે અશ્વિન કોટવાલ
પાર્ટી હાઇ કમાન્ડ કોટવાલને મનાવવામાં નિષ્ફળ
અશ્વિન કોટવાલ ખેડબ્રહ્માના ધારાસભ્ય છે અને આદિવાસી સમાજના મોટા નેતા મનાય છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે.વિધાનસભાના વિપક્ષના નેતા ના બનાવતા કોટવાલ નારાજ છે. કોટવાલ છેલ્લા ઘણા સમયથી ગૃહમાં પણ ગેરહાજર રહ્યા છે. છેલ્લા 2 દિવસથી કોટવાલ કોંગ્રેસના નેતાઓના ફોન નથી ઉપાડી રહ્યા.પાર્ટી હાઇ કમાન્ડ અશ્વિન કોટવાલને મનાવવામાં નિષ્ફળ રહી છે. ત્યારે કોંગ્રેસમાં વધુ એકવાર મોટું ભંગાણ થઈ શકે છે. કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાઈ શકે છે.
કોણ છે અશ્વીન કોટવાલ જાણો
અશ્વીન કોટવાલ યુવા ધારાસભ્ય છે અને સતત ત્રીજી વખત સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પરથી ચૂંટાયા છે. આ બેઠક પૂર્વ સીએમ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરસિંહ ચૌધરીની બેઠક હતી. તેમના અવસાન બાદ પેટાચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે કોંગ્રેસે વર્ષ 2007માં યુવા ચહેરા અશ્વિન કોટવાલને ટીકીટ આપી હતી અને તેઓ 25,890 મતોથી જીતી ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2018માં અશ્વિન કોટવાલની વિધાનસભાના દંડક તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.અશ્વિન કોટવાલને તેમના પિતા તરફથી રાજકીય વારસો મળ્યો છે. તેમના પિતા પણ વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા હતા. વર્ષ 1996માં તેમણે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇથી શરૂઆત કરી અને વર્ષ 2001માં તેઓ કોંગ્રેસની યુવા પાંખ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ બન્યા હતા. બાદમાં વર્ષ 2004માં અશ્વિન કોટવાલ સાબરકાંઠા જિલ્લા પંચાયતના નેતા વિપક્ષ બન્યા હતા. વર્ષ 2007માં ખેડબ્રહ્મા બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા. તેમણે 2007માં ભાજપના ધારાસભ્ય રમીલાબેન બારાને હરાવ્યા હતા. વર્ષ 2012 માં તેમણે પોતાની લીડ વધારીને 50137 મતોથી ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. તો વર્ષ 2017 માં પૂર્વ ધારાસભ્ય રમીલાબેન બારા સામે તેઓ ફરી જીત્યા અને સતત ત્રીજી વખત ધારાસભ્ય બન્યા.