ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ખેડાઃ મતદાર યાદી સુધારણા માટે નવતર પ્રયોગથી યુવાનો ખુશ

Text To Speech
  • મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણ કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગ મહુધા ખાતે સંગીત ખુરશીની સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો.
  • સંગીત ખુરશી સ્પર્ધામાં વિજેતા થયેલ યુવા મતદારોને ઇનામ તથા પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યાં.

ખેડા, 10 ડિસેમ્બર: મહુધા વિધાનસભા મતવિભાગમાં યુવા મતદારોન જાગૃત કરવા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં તારીખ: 08 ડિસેમ્બરના રોજ ૧૧૮- મહુધા વિધાનસભા મતવિભાગ ખાતે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણ કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત યુવા મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેમજ વધુમાં વધુ નવા યુવા મતદારો ઉમેરાય તે હેતુથી નવતર પ્રયોગ કરી યુવા મતદાર જાગૃતિનો કાર્યક્રમ મહુધા શહેર ખાતે આવેલ નગીના વાડીમાં સંગીત ખુરશીની સ્પર્ધા રાખવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મહુધા શહેર ખાતે આવેલ એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટસ કોલેજ, આઇ.ટી.આઇ. તથા શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઇસ્કુલમાં અભ્યાસ કરતાં ૧૮-૧૯ વર્ષના યુવા મતદારો કે જેઓએ પોતાનું નામ મતદારયાદીમાં ઉમેરાવેલ નથી તેવા યુવા મતદારો અંદાજિત ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જેમાંથી ૧૦૦ થી વધુ યુવા મતદારો કે જેઓએ પોતાનું નામ મતદારયાદીમાં ઉમેરાવેલ નથી તેવા તમામ યુવા મતદારોના ફોર્મ ભર્યા હતા. તેમજ સંગીત ખુરશી સ્પર્ધામાં વિજેતા થયેલ યુવા મતદારોને ઇનામ તથા પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યાં હતા.

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અન્વયે તા.૦૯/૧૨/૨૦૨૩ ના રોજ યોજાનાર ખાસ ઝુંબેશના દિવસે વધુમાં વધુ લોકો આ લોકશાહીના ઉત્સવમાં ભાગ લે તેમજ વધુ યુવા મતદારો તેઓની નોંધણી કરાવી આ કાર્યક્રમને સફળ બનાવે તેવી જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી. ત્યાર બાદ તારીખ 09 ડિસેમ્બરે ધાર્યા કરતા વધારે યુવાનોએ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણક કાર્યક્રમ- 2024 અંતર્ગત અનેક યુવાઓએ લાભ લીધો હતો અને પોતાના નામ મતદાર યાદીમાં ઉમેરાવ્યા હતા.

આ કાર્યક્રમમાં ૧૧૮- મહુધા વિધાનસભા વિભાગના મતદાર નોંધણી અધિકારી અને નાયબ કલેકટર જ.સુ અને અપીલ ખેડા-નડિયાદ વિમલ ચૌધરી, મામલતદાર મહુવા પી. એસ. ભુરીયા તેમજ કોલેજ અને શાળાના આચાર્યઓ તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: આધાર કાર્ડઃ ફિંગરપ્રિન્ટ સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા નિયમમાં મોટો ફેરફાર, જાણો શું છે?

Back to top button