ગુજરાતમધ્ય ગુજરાત

ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ મામલે ખેડા પોલીસને મળી વધુ સફળતા, થયા મોટા ખુલાસા

  • ડુપ્લિકેટ માર્કશીટ રેકેટ મામલે પોલીસને મળી સફળતા
  • મુખ્ય સૂત્રધાર અખિલેશ પાંડેની દિલ્હીથી ધરપકડ
  • ઉત્તરાખંડથી ચાલતું હતું ડુપ્લીકેટ માર્કશીટ રેકેટ

ગુજરાતના ખેડા જિલ્લામાથી નકલી માર્કશીટનું રેકેટ ઝડપાયું હતુ. જેને લઈને ખેડા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આ મામલે મોટા ખુલાસા થયા છે. નકલી માર્કશીટ રેકેટને લઈને ખેડા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. જેમાં આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અખિલેશ પાંડેની ખેડા પોલીસે દિલ્હીથી ધરપકડ કરી લીધી છે.

ડુપ્લીકેટ માર્કશીટ રેકેટના મુખ્ય સુત્રધારની ધરપકડ

ડુપ્લીકેટ માર્કશીટ રેકેટ મામલે ખેડા પોલીસને વધુ એક સફળતા મળી છે. ખેડા પોલીસે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અખિલેશ પાંડેની દિલ્હીથી ધરપકડ કરી લીધી છે. ખેડા LCBએ છટકું ગોઠવી આરોપીને ઉત્તરાખંડના દહેરાદૂનથી દિલ્હી બોલાવ્યો હતો. આ મામલે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યુ છે કે અખિલેશ પાંડે ડુપ્લીકેટ માર્કશીટનું નેટવર્ક હાલ ઉત્તરાખંડથી ચલાવતો હતો.

આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ  શરુ

આરોપીની ધરપકડ બાદ ખેડા LCBની ટીમ મુખ્ય આરોપીને કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરશે. અનેરિમાન્ડ દરમિયાન ડુપ્લીકેટ માર્કશીટ કોભાંડ મામલે આરોપી પાસેથી મોટા ખુલાસા થઈ શકે છે. આરોપીઓની રિમાન્ડ દરમિયાન તેમના બેંક સ્ટેટમેન્ટ, કોલ ડીટેલસ, ઓન લાઈન લેવડ દેવડની તપાસ કરવામા આવશે. આરોપીએ અત્યાર સુધી કેટલા લોકોને ડુપ્લીકેટ માર્કશીટ વેચી છે તે અંગે પોલીસ તપાસ કરશે.

ખેડા LCB-humdekhengenews

ખેડા પોલીસે ઝડપ્યું હતુ નકલી માર્કશીટનું રકેટ

બે દિવસ પહેલા ખેડા પોલીસે નકલી માર્કશીટના આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અને ખેડા પોલીસે ઠાસરાના નેસ ગામમાંથી આ કૌભાંડમાં સામેલ કિરણ ચાવડા નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. અને આ કેસની પ્રાથમિક તપાસમાં આરોપી વિદેશ જવા માટે નકલી માર્કશીટ બનાવાતી હોવાનું સામે આવ્યું હતુ તેમજ પોલીસ દ્વારા તપાસ કરાતા આ નકલી માર્કશીટ કૌભાંડના તાર યુપી સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું.

જાણો કોણ છે અખિલેશ પાંડે

આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર ડૉ.અખિલેશ પાંડે હોટલ મેનેજમેન્ટનો ટ્રેનર છે. અને તે અગાઉ આણંદ, અમદાવાદ, દિલ્હી, હરિયાણા અને વિવિધ રાજ્યોમાં શેક્ષણીક સંસ્થાઓમાં શિક્ષક તરીકે નોકરી કરી ચૂક્યો છે.

 આ પણ વાંચો : અમદાવાદમાં IPL જોવા આવતા લોકો માટે મહત્વનો નિર્ણય, પાર્કિંગ માટે કરાવવું પડશે એડવાન્સ બુકિંગ

Back to top button