ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

ખેડા : કપડવંજમાં પેટ્રોલ પુરાવવા ઉભેલા યુવકને આવ્યો હાર્ટ એટેક, ઘટના CCTVમાં કેદ

Text To Speech

રાજ્યમાં હાર્ટ અટેકના કારણે મોતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.ગઈ કાલે વડોદરામાં 18 વર્ષના વિદ્યાર્થીને હાર્ટ આવતા તેનું મોત નિપજ્યુમ હતુ ત્યારે આજે ખેડાના કપડવંજમાંથી પણ હાર્ટ એટેકને કારણે મોતની ધટના સામે આવી છે. કપડવંજના આસ્થા પેટ્રોલ પંપ પર એક વ્યકિતને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું છે. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

કપડવંજમાં હાર્ટએટેકથી 35 વર્ષીય યુવકનું મોત

પ્રાપ્ત વિગતો મુજબ અરવલ્લી જિલ્લાનો એક યુવાન પિયાગો રિક્ષામાં કપડવંજ પંથકમાં બહેનને સાપ કરડ્યો હોવાથી તેની ખબર કાઢવા આવ્યો હતો અને ખબર કાઢી આ શખ્સ ખાનગી રિક્ષામાં બેસી જઈ રહ્યો હતો. આ દરમિયાન કપડવંજના આસ્થા પેટ્રોપપંપ પર ઈંધણ પુરાવવા ઊભા હતા અને અચાનક જ તેઓ ઢળી પડ્યા હતા, અને સારવાર મળે એ પહેલાં જ આ યુવકનું મોત થયું હતું.આ મૃતક યુવક 35 વર્ષીય હસમુખ ઝાલા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક રિપોર્ટમાં ડોક્ટરે આ યુવાનને એકાએક હદયરોગનો હુમલો થયો હોવાનું જણાવ્યું છે.

ઘટનાના સીસીટીવી આવ્યા સામે

ખેડાના કપડવંજમાં આસ્થા પેટ્રોલ પંપ પર બનેલી આ ઘટના અહીં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અને તેના ફૂટેજ પણ સામે આવ્યા છે.

ગઈ કાલે વડોદરામાં 18 વર્ષ્ય વિદ્યાર્થીને આવ્યો હતો હાર્ટ એટેક

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે વડોદરામાં એમ. એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા દીપ ચૌધરીનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. દીપ શ્યામજીભાઇ ચૌધરી (ઉં. 18) (મુળ રહે. ચૌધરીવાસ, વાસણા, પાટણ) છોકરાઓની હોસ્ટેલમાં મિત્રોને મળવા ગયો હતો આ દરમિયાન મિત્રો સાથે વાત કરતા કરતા તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને તે ત્યાંજ ઢળી પડ્યો હતો. જો કે દીપના મિત્રો દીપને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો : માનવતા મરી પરવારી! મેઘરજની ગ્રીન પાર્ક સોસાયટી પાસેથી ભૃણ મળ્યું,પોલીસે શરુ કરી તપાસ

Back to top button