ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ખેડા ચૂંટણી જંગ 2024: જાણો ખેડા લોકસભા બેઠકની પરિસ્થિતિ, કેવો રહ્યો છે ભૂતકાળ?

2 મે 2024 ખેડા: 2024 લોકસભા ચૂંટણીમાં ખેડા લોકસભા બેઠક પર કુલ 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાવા જઈ રહ્યો છે. જેમાંથી બે મુખ્ય પક્ષો ભાજપમાંથી દેવુંસિંહ ચૌહાણ અને કોંગ્રેસમાંથી કાળુસિંહ ડાભી વચ્ચે સીધી ટક્કર થશે. તો આવો જાણીએ ખેડા લોકસભામાં કેટલી બેઠકોનો સમાવેશ થાય છે અને 2022 વિધાનસભામાં કયા પક્ષે કઈ બેઠક જીતી હતી. તેમજ 2019 માં બંને મુખ્ય પક્ષોના ઉમેદવાર કોણ હતા અને કેટલી લીડથી કોણ જીત્યું હતું

ખેડા લોકસભામાં 7 વિધાનસભાનો સમાવેશ
મધ્ય ગુજરાતમાં આવેલી ખેડા લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભાઓનો સમાવેશ થાય છે. જેમાં દસક્રોઇ, ધોળકા, માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, કપડવંજ તરીકે ઓળખાય છે. 2022 માં આ લોકસભાની તમામ વિધાનસભા સીટો ભાજપ જીત્યું હતું. જ્યારે 2019 લોકસભામાં ભાજપના દેવુંસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા હતા અને સામે કોંગ્રેસમાંથી બિમલ શાહ મેદાન હતા જેઓ હાર્યા હતા.

2019 માં દેવુસિંહ ચૌહાણ 3,67,145 લીડથી જીત્યા
2019 લોકસભા ચૂંટણીમાં ખેડા બેઠકમાં હાર-જીતની લીડનાં અંતરની વાત કરીએ તો દેવુસિંહ ચૌહાણને 7,14,572 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર બિમલ શાહને 3,47,427 મત મળ્યા હતા. એટલે કે કુલ વોટના 65% મત ભાજપને મળ્યા અને 31% વોટ કોંગ્રેસને મળ્યા હતા. ત્યારે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ 3,67,145 મતોની લીડથી જીત્યા હતા.

5,23,711 કુલ નવા યુવા મતદારો મત આપશે
2024 લોકસભામાં ભાજપમાંથી દેવુસિંહ ચૌહાણને રીપીટ કર્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીને પાર્ટીએ નવા ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. આ અગાઉ કોંગ્રેસના દિનશા પટેલ સતત પાંચ ટર્મ સુધી ખેડા લોકસભા પર સાંસદ રહ્યા હતા. જ્યારે પહેલી વખત 2014માં કોંગ્રેસ ઉમેદવાર દિનશા પટેલ ભાજપના ઉમેદવાર દેવુંસિંહ ચૌહાણ સામે હાર્યા હતા. ખેડા લોકસભા સીટ પર કુલ મતદારોની વાત કરીએ તો 2024માં 20,01,179 કુલ મતદારો નોંધાયા છે. જ્યારે 2019 માં કુલ મતદારોની સંખ્યા 14,77,468 હતી. આ વખતે 5,23,711 નવા યુવા મતદારો મત આપશે

ભાજપમાંથી દેવુસિંહ ચૌહાણને સતત ત્રીજી ટર્મ રીપીટ કરાયા
તો આ રીતે 2014 લોકસભા ચૂંટણીમાં બે મુખ્ય પક્ષો કોંગ્રેસમાંથી દિનશા પટેલ અને ભાજપના દેવુસિંહ ચૌહાણ મેદાને હતા જેમાં ભાજપના દેવુસિંહ ચૌહાણની જીત થઈ હતી. તેમજ 2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહ અને ભાજપમાં ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ મેદાન હતા. જેમાં ભાજપના રીપીટ કરાયેલા ઉમેદવાર દેવુસિંહ ચૌહાણની જીત થઈ હતી. તેવી જ રીતે આ વખતે 2024 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી નવા ઉમેદવાર તરીકે કાળુસિંહ ડાભી અને ભાજપમાંથી દેવુસિંહ ચૌહાણને ફરીથી રીપીટ કરાયા છે. જ્યારે આ વખતે ખેડા લોકસભા બેઠક પર કોણ બાજી મારશે એ જોવાનું રહ્યું?

Back to top button