ગુજરાતમધ્ય ગુજરાત

ખેડા: 22મી નવેમ્બરથી ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ, પ્રોપર્ટી કાર્ડ વિતરણનું આયોજન

Text To Speech
  • વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ખેડા જિલ્લામાં 05 બ્લોકના કુલ 14 ગામોમાં 3831 પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાનું આયોજન.
  • જિલ્લાના કુલ 86 ગામોના કુલ 21,604 પ્રોપર્ટી કાર્ડ તૈયાર, જે પૈકી કુલ 66 ગામોમા 16,578 પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પૂર્ણ
  • જાન્યુઆરી 2024 સુધીમાં જિલ્લાના કુલ 225 ગામોમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાનું આયોજન

નડિયાદ: સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવા માટે ખેડા જિલ્લામાં આગામી તા.22/11/2023 થી 25/01/2024 બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામેગામ પરિભ્રમણ કરશે. આ યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા તેમની યોજનાઓનો લાભ પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવશે.

જેમાં ખેડા જિલ્લા ઈન્સ્પેક્ટર જમીન રેકર્ડની કચેરી દ્વારા સ્વામીત્વ યોજના હેઠળ જિલ્લાના કુલ 445 ગામોમાં ડ્રોન ફલાઈટ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 135 ગામોનું ગ્રાઉન્ડ ટુથિંગ અને 112 ગામમાં નોટિસ 6 વિતરણ પૂર્ણ થયું છે. જિલ્લાના કુલ 86 ગામોના કુલ 21,604 પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે જે પૈકી કુલ 66 ગામોમા 16,578 પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સમયગાળા દરમિયાન જિલ્લા ઈન્સ્પેક્ટર જમીન રેકર્ડની કચેરી દ્વારા ખેડા જિલ્લાના 05 તાલુકાના કુલ 14 ગામોમાં 3831 પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત કુલ 36 ગામોમાં ડ્રોન ફ્લાઈટ મુવમેન્ટ અને ડિજીટલ મેપિંગ કરવામાં આવશે તથા જાન્યુઆરી 2024 સુધીમાં જિલ્લાના કુલ 225 ગામોમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાનું આયોજન છે તેમ જિલ્લા ઈન્સ્પેક્ટર જમીન રેકર્ડશ્રી, ખેડા દ્વારા જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સ્વામિત્વ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારના દરેક મિલકત ધારકોને સૌપ્રથમ વખત માલિકી હક્ક દર્શાવતું એક કાયદાકીય દસ્તાવેજ પ્રાપ્ત થશે. આવા મિલકત ધારકોને કાયદાકીય દસ્તાવેજ તરીકે પ્રોપર્ટીકાર્ડ મળી રહેવાથી તેઓની સંપત્તિનો ઉપયોગ લોન અને અન્ય નાણાકીય લાભો લેવામાં સરળતા રહેશે.

આ પણ વાંચો: ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને ભાજપના નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી, કાર્યકરોએ મામલો થાળે પાડ્યો

Back to top button