ગુજરાતમધ્ય ગુજરાત

ખેડા: કલા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા 13 સ્પર્ધાઓનું આયોજન

Text To Speech
  • ખેડા જિલ્લા કક્ષાની “બાળ પ્રતિભા શોધ” સ્પર્ધાનું આયોજન.
  • 26 ડિસેમ્બર સુધી ભાગ લેનાર સ્પર્ધકો પ્રવેશપત્રો મોકલી શકશે.

ખેડા, 18 ડિસેમ્બર: રમત ગમત, યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ખેડા-નડિયાદ સંચાલિત ખેડા જિલ્લાકક્ષા ‘બાળ પ્રતિભા શોધ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જેમાં જિલ્લાના 07 વર્ષથી 13 વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે.

કલા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા 13 જુદી-જુદી સ્પર્ધાઓનું આયોજન

બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની જુદી જુદી કુલ ૧૩ સ્પર્ધાઓ યોજવામાં આવશે. જેમાં ‘અ’ અને ‘બ’ વિભાગમાં વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, સર્જનાત્મક કારીગીરી, એકપાત્રીય અભિનય, લગ્નગીત, લોકવાધ સંગીત સ્પર્ધાઓ યોજાશે તથા ‘ખુલ્લા’ વિભાગમાં દોહા-છંદ-ચોપાઈ, લોકવાર્તા, લોકનૃત્ય, સમુહગીત, લોકગીત, ભજન સ્પર્ધાઓ યોજાશે.

આ સ્પર્ધામાં કોણ-કોણ ભાગ લઈ શકશે ?

બાળ પ્રતિભા શોધ સ્પર્ધા માટે ખેડા જિલ્લાના સ્પર્ધકો કે જેઓની ઉંમર તા. ૩૧/૧૨/૨૦૨૩ ના રોજ ૦૭ થી ૧૩ વર્ષ સુધીની હોય તેવા કોઇપણ ભાઈઓ/બહેનો, વિદ્યાર્થી કે બિનવિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

  • આ સ્પર્ધામાં અ’ વિભાગમાં ૭ થી ૧૦ વર્ષ, ‘બ’ વિભાગમાં ૧૦ થી ૧૩ વર્ષ તથા ‘ખુલ્લો’ વિભાગ ૭ થી ૧૩ વર્ષ મુજબ સ્પર્ધકો ભાગ લઈ શકશે.

ઉંમરના પુરાવા તરીકે આધારકાર્ડની નકલ જરુરી

સ્પર્ધકોએ ઉંમરના પુરાવા માટે આધારકાર્ડ અથવા શાળાનું પ્રમાણપત્ર અથવા જિલ્લા શિક્ષણાધિકારી, તાલુકા મામલતદાર કે અન્ય કોઈ રાજ્યપત્રિત અધિકારીના પ્રમાણપત્રની નકલ પ્રવેશપત્ર સાથે મોકલી આપવાનું રહેશે.

26 ડિસેમ્બર સુધી પ્રવેશપત્રો મોકલવાના રહેશે

બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોનાં પ્રવેશપત્રો તારીખ ૨૬/૧૨/૨૦૨૩ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, મરીડા ભાગોળ, નડિયાદ ખાતે મોકલી આપવાનાં રહેશે.

આ પણ વાંચો: રામકૃષ્ણ મિશને એક વર્ષમાં સેવાકાર્યો પાછળ રૂ. 1171 કરોડ કરતાં વધુ ખર્ચ કર્યો

Back to top button