ખેડાઃ 32 પંચાયતોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 100 % કામગીરી પૂર્ણ
- પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નાગરીકોનું ઘરના ઘરનું સપનું સાકાર થયું.
- વિકસિત ભારત સંકલ્પયાત્રા દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 100 % કામગીરી પુર્ણ કરનાર 32 પંચાયતોના સરપંચોનું સન્માન કરવામાં આવશે.
ખેડા: ઘર વિહોણા નાગરીકોને ઘર આપવા માટેની સરકારની ફ્લેગશીપ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ખેડા જિલ્લામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. જિલ્લાની કુલ 32 પંચાયતોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 100 % કામગીરી પુર્ણ કરવામાં આવી છે. જેમાં ગળતેશ્વર, કપડવંજ, ખેડા, મહુધા, માતર, મહેમદાવાદ, ઠાસરા અને વસોની કુલ 32 પંચાયતોનાં કુલ 218 ટાર્ગેટ બ્લોકમાં ત્રણ તબક્કામાં કુલ 218 આવાસો બાંધવામાં આવ્યા છે.
ખેડા જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગળતેશ્વર તાલુકાની મીઠાના મુવાડા પંચાયતમાં 05; કપડવંજના ભોજાના મુવાડા, કાભાઈના મુવાડા, રોઝાવાડા અને શીહોરા પંચાયતોમાં કુલ 24; ખેડાના હરીયાળા, કાજીપુરા-વૈકુંઠપુરા, કલોલી, મહિજ, નવાગામ, રઢુ, રસીકપુરા, સખેજ, સામદ્રા, સરસા, વારસગ અને વાસણાબુઝર્ગ પંચાયતમાં કુલ 76; મહુધાની હજાતીયા, મોટી ખડોલ અને મુલજ પંચાયતોમાં કુલ 08; માતરની ચાનોર અને કઠોડા પંચાયતમાં કુલ 04; મહેમદાવાદની ઈયાવા અને સાદરા પંચાયતમાં કુલ 12; ઠાસરામાં બાધરપુરા, સૈયત અને વામળીમાં કુલ 68 તથા વસો તાલુકાના બામરોલી, ગંગાપુરા, મિતાલ, પલાણા અને રુણમાં કુલ 21 આવાસો, એમ કુલ 218 આવાસોનો લાભ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં જિલ્લામાં યોજાનાર વિકસિત ભારત સંકલ્પયાત્રા દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 100 % કામગીરી પૂર્ણ કરનાર 32 પંચાયતોના સરપંચોનું સન્માન કરવામાં આવશે. વિકસિત ભારત સંકપ યાત્રાના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મળેલ લાભાર્થીઓ તેમની વાત લોકો સમક્ષ રજૂ કરશે.
આ પણ વાંચો: ગુજરાત સરકારે હાઉસીંગ બોર્ડના મકાનોમાં બાકી રકમ પર 100 ટકા પેનલ્ટી માફીની જાહેરાત કરી