ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ખતરાની ઘંટીઃ ડાન્સ કે એક્સર્સાઇઝ કરતા લોકોને નાની ઉંમરમાં કેમ આવી રહ્યો છે કાર્ડિયાક એરેસ્ટ?

છેલ્લા થોડા સમયથી એવા કેટલાક સમાચારોએ લોકોને ચોંકાવી દીધા છે કે સાવ નાની ઉંમરના લોકો અને એ પણ હેલ્ધી દેખાતા હોય તેવા લોકોને કાર્ડિયાક એરેસ્ટ આવી રહ્યો છે. ડાન્સ કરતા કરતા, સ્પોર્ટ્સ એક્ટિવીટી કરતા કરતા કે પછી એક્સર્સાઇઝ કરતા કરતા લોકો મોતને ભેટી રહ્યા છે. આ ખરેખર ચોંકાવનારી બાબત છે. આ માત્ર ભારતમાં નહીં, પરંતુ દુનિયાભરમાં બની રહ્યુ છે.

કાર્ડિયાક એરેસ્ટના કેસ પહેલા મોટી ઉંમરના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ હવે નાની ઉંમરના લોકો પણ આ રોગથી બચી શક્યા નથી. શું છે કાર્ડિયાક એરેસ્ટ પાછળનું કારણ? આખરે કેમ તે નાની ઉંમરમાં હેલ્ધી દેખાતા લોકોને પણ પોતાનો શિકાર બનાવી રહ્યો છે?

ખતરાની ઘંટીઃ ડાન્સ કે એક્સર્સાઇઝ કરતા લોકોને નાની ઉંમરમાં કેમ આવી રહ્યો છે કાર્ડિયાક એરેસ્ટ? hum dekhenge news

ડરામણાં છે આ આંકડા

ભારતમાં કાર્ડિયાક એરેસ્ટથી પીડિત 30 ટકા લોકો 45 વર્ષથી ઓછી ઉંમરના છે. ભારતમાં દર વર્ષે લગભગ 12 લાખ યુવાનોના મૃત્યુનુ કારણ કાર્ડિયાક એરેસ્ટ છે અને આ આંકડો વધી રહ્યો છે. ભારતમાં લગભગ 10 ટકા મૃત્યુ સડન કાર્ડિયાક એરેસ્ટના કારણે થાય છે. જે દુનિયામાં મૃત્યુનુ સૌથી સામાન્ય કારણ છે. કાર્ડિયાક એરેસ્ટ હાર્ટ સંબંધિત ખૂબ ખતરનાક સ્થિતિ છે. આ સ્થિતિમાં હાર્ટ અચાનક કામ કરવાનું બંધ કરી દે છે અને માણસનું મૃત્યુ થઇ જાય છે.

ખતરાની ઘંટીઃ ડાન્સ કે એક્સર્સાઇઝ કરતા લોકોને નાની ઉંમરમાં કેમ આવી રહ્યો છે કાર્ડિયાક એરેસ્ટ? hum dekhenge news

કાર્ડિયાક એરેસ્ટમાં વ્યક્તિને બચાવવાનો સમય મળતો નથી

કાર્ડિયાક એરેસ્ટમાં જે સૌથી મહત્ત્વની અને જાણવી જરૂરી હોય તેવી બાબત એ છે કે એટેક આવે તેના ત્રણથી પાંચ મિનિટના સમયગાળામાં હાર્ટ 350થી 400 બીપીએમના દરથી ખૂબ ઝડપથી ધડકે છે અને રોકાય છે. આ દરમિયાન વ્યક્તિને બચાવવા માટે માંડ 3થી 5 મિનિટનો સમય મળે છે. જો કોઇ વ્યક્તિને આ સમયે સીપીઆર કે ઇલેક્ટ્રિક શોક મળી જાય તો તેનો જીવ બચી જાય છે. ઇમરજન્સી સ્થિતિમાં સીપીઆર અને ઇલેક્ટ્રિક શોકથી કાર્ડિયાક એરેસ્ટમાં મદદ મળી શકે છે. આ રીતે ફેફસામાં પર્યાપ્ત ઓક્સિજન જળવાય છે. જો આ સમયે સીપીઆર અને ઇલેક્ટ્રિક શોક મળી જાય તો જીવ બચી શકે છે.

ખતરાની ઘંટીઃ ડાન્સ કે એક્સર્સાઇઝ કરતા લોકોને નાની ઉંમરમાં કેમ આવી રહ્યો છે કાર્ડિયાક એરેસ્ટ? hum dekhenge news

કોરોના બાદ વધ્યા કિસ્સા

એક્સપર્ટ્સ કહે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી કાર્ડિયાક એરેસ્ટના કેસ વધી રહ્યા છે, જે લોકો મેદસ્વી છે, ડાયાબિટીસથી પિડાય છે કે પછી હાઇ બ્લડપ્રેશર જેવી બિમારી છે. જે લોકો સ્મોકિંગ કરે છે, આલ્કોહોલ પીવે છે તેને કાર્ડિયાક એરેસ્ટનો ખતરો રહે છે. કોરોના બાદ સ્થિતિ વધુ ખતરનાક બની છે. જે વ્યક્તિને કોવિડ થયો હતો, તેના મસલ્સમાં સોજો આવ્યો છે અને આ કારણે કાર્ડિયાક એરેસ્ટનો ખતરો વધી ગયો છે. જે લોકો કોરોના વાઇરસથી રિકવર થઇ ચુક્યા છે, પરંતુ ક્રોનિક કોવિડ સિન્ડ્રોમથી પીડિત છે તેને કાર્ડિયાક એરેસ્ટનો ખતરો રહે છે.

ખતરાની ઘંટીઃ ડાન્સ કે એક્સર્સાઇઝ કરતા લોકોને નાની ઉંમરમાં કેમ આવી રહ્યો છે કાર્ડિયાક એરેસ્ટ? hum dekhenge news

યંગસ્ટર્સે શું કરવું જોઇએ?

ઓવરવેઇટ, શુગર, હાઇ બ્લડ પ્રેશર, ફેમિલી હિસ્ટ્રી, કોવિડ રિકવરી વગેરે બાદ કાર્ડિયાક એરેસ્ટનો ખતરો વધતો હોય છે. દરેક વ્યક્તિએ પોતાની લાઇફસ્ટાઇલ હેલ્ધી રાખવી અને વજનને કન્ટ્રોલમાં રાખવું જોઇએ. બ્લડ પ્રેશરને મેઇન્ટેન રાખવું જોઇએ. જો ફેમિલીમાં કોઇ વ્યક્તિનું કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ થયુ હોય તો સમય સમય પર ડોક્ટરને મળવું જોઇએ. ક્ષમતા કરતા વધુ મહેનત કરવી, જિમ જઇને હેવી વર્કઆઉટ કરવુ, કલાકો એક્સર્સાઇઝ કરવી, સ્મોકિંગ, આલ્કોહોલનું સેવન, ખોટી ખાણી પીણી, પુરતી ઉંઘ ન લેવી જેવી બાબતો કાર્ડિયાક એરેસ્ટનું જોખમ વધારી દે છે. ફિઝિકલ એક્ટિવીટી માટે રોજ 30થી 40 મિનિટ જ એક્સર્સાઇઝ કરવી જોઇએ. સાઇકલિંગ, બ્રીથિંગ એક્સર્સાઇઝ, જોગિંગ, રનિંગ કરીને પણ ફિટ રહી શકાય છે. ઉંઘ પુરી કરવી અત્યંત જરૂરી છે.

આ પણ વાંચોઃ શાકભાજી અને ખાદ્યતેલ બાદ ફરી એકવાર લીંબુના ભાવમાં તોતિંગ વધારો

Back to top button